________________
કુમુદભાઈની સાથે ત્યાંથી છૂટો પડ્યો.
(૨૩) થોડા સમય બાદ શ્રેણિકભાઈ શેઠ મુંબઈ ગયા. તે વખતે તેમને ખંભાતવાળા શ્રી બાબુકાકા અને લાલચંદ છગનલાલ શ્રીપાળનગરવાળા મળ્યા. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે મહારાજશ્રી ભા.સુ. પ ની ] |ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવા અને ભા. સુ. ૫ ની સંવત્સરી કરવા તૈયાર થયા છે. અને તે વાત તમારી | Jરૂબરૂ થઈ છે તે સાચી છે કે ખોટી? શ્રેણિકભાઈએ કહ્યું, મારી રૂબરૂ બંને વાત મહારાજે કબૂલ કરી છે.' બીજાઓની સંમતિ મેળવવા પૂરતું જ અધૂરું રહ્યું છે. તેઓએ કહ્યું, તો તો પતી જશે. અમે અમદાવાદ ! આવીએ અને અધૂરું હોય તો વિનંતી કરી પૂરું કરીએ. શ્રેણિકભાઈએ કહ્યું કે આવો અને પૂરું કરો. પણ તે બધાને અને શ્રેણિકભાઈને મારી સાથે સોમવારે થયેલી વાતચીતની ખબર ન હતી. થોડા દિવસ બાદ શ્રી બાબુકાકા તથા લાલચંદભાઈ આવ્યા. મહારાજશ્રીને મળ્યા. મહારાજશ્રીએ કહ્યું, “શ્રેણિકભાઈની રૂબરૂi વાત થઈ હતી તે વાત સાચી. પણ પાંચમની સંવત્સરી કરવામાં તો ઘણી મુશ્કેલી પડે. એટલે તે તો બની શકે તેમ નથી. પણ ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવામાં વાંધો નથી. અને કલ્યાણકની ! તિથિઓ અમે અમારી રીતે રાખીએ. શ્રેણિકભાઈના ગયા બાદ પંડિતની સાથેની વાત કથળી ગઈ છે. પંડિતનું |કહેવું એવું છે કે ૧૯૯૨ પહેલાં જે રીતે પંચાંગો બહાર પડતાં હતાં તે રીતે યથાવત બહાર પાડવાં જોઈએ.' કલ્યાણકનું તમારું જુદું ન ચાલે. સમાધાન થાય એટલે સંપૂર્ણ સમાધાન થવું જોઈએ. આથી વાત અટકી પડી !
બાબુકાકા અને લાલચંદભાઈ શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે કલ્યાણકના હિસાબે વાત અટકી છે..! શ્રેણિકભાઈએ કહ્યું કે તમે પંડિતને મળો અને પંડિત અને મહારાજને ભેગા કરી ઠેકાણું પાડો. મહારાજને પણ ; સમજાવો અને પંડિતને પણ સમજાવો. મને આમાં કાંઈ સમજણ પડતી નથી.
શ્રેણિકભાઈના કહેવાથી તેઓએ મને રમણલાલ વજેચંદના બંગલે બોલાવ્યો. મહારાજશ્રીની વાત! કબુલ કરાવવા મારા ઉપર ખૂબ પ્રયત્ન કર્યો અને છેવટે નક્કી કર્યું કે તમે, અમે અને મહારાજ ભેગા થઈએ અને કોઈ રીતે નિકાલ લાવીએ. મહારાજને સમજાવો કે કલ્યાણકની વાત પડતી મૂકે. મેં કહ્યું, તમે મારી સાથે ન રહેવા માગતા હો તો હું મહારાજશ્રીની પાસે આવું. પરંતુ મહારાજશ્રીની વાતમાં હાએ હા કરવી હોય તો !
હું નહીં આવું. કાલે આપણે મહારાજશ્રીને મળીએ. નક્કી કર્યા મુજબ બીજા દિવસે મહારાજશ્રીને મળ્યા ત્યારે | રિમણલાલ વજેચંદ અને લાલચંદ છગનલાલ મારી સાથે હતા. બાબુકાકા જમ્યા પછી મારે સૂઈ રહેવાની ટેવી છે એમ કહી આવ્યા નહિ. અમારી વાત ચાલી. મને મહારાજશ્રીએ કલ્યાણકની વાત પકડી રાખી તે કબૂલ! કરાવવા પ્રયત્ન કર્યો. પણ મેં કહ્યું, આ વાત મારા હાથની નથી. તેમણે કહ્યું, તમે તમારા પક્ષને સમજાવો, તમારું વર્ચસ્વ છે. મેં કહ્યું, આ બધી વાત સાચી. પણ આ શક્ય નથી. તે વખતે લાલચંદભાઈએ મહારાજશ્રીને ; jકહ્યું, સાહેબ અમારે ત્યાં શાક ન થાય ત્યારે જ ખબર પડે કે આજે બીજ કે પાંચમ પર્વ તિથિ છે. કલ્યાણકની |
તો કોને ખબર જ છે ? કલ્યાણકને પંચાંગમાં લખવાનો આગ્રહ છોડી દો. મહારાજશ્રી કબૂલ ન થયા. | રિમણલાલ પણ લાલચંદભાઈની માફક કહેવા માંડયા. પણ તેમને તો તેમણે ઊતારી જ પાડ્યા. આમ આ વાત! અધૂરી રહી. ફરી બીજે દિવસે રમણલાલ વજેચંદને ત્યાં મને બોલાવવામાં આવ્યો અને બાબુકાકા, લાલચંદભાઈ ================================
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
—
—
–
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-