________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લઈ હું તથા રજનીકાંત ભુવનભાનુસૂરિને મળ્યા. તે ખુશ થયા. અમે અમારી પ્રવૃત્તિ આગળ ચાલુ રાખી. | Jઅને બીજા આચાર્ય પ્રેમસૂરિ વગેરેની સહીઓ લેવા માંડી.
એમને પણ અમે કહ્યું કે તમે તમારા પક્ષના આચાર્યોની સહીઓ લો. તેમણે પણ તેમના પક્ષના આચાર્યોની સહીઓ લેવા માંડી. આ ચાલતું હતું તે વખતે એક તિથિ પક્ષના અમારા અમુક આચાર્યોને કઠતું ! હતું કે આગામી પહેલી સંવત્સરી અમારે અમારી રીતની છોડવી પડે તે વાજબી થતું નથી. એને બદલે | પાંચમની સંવત્સરી થાય તો કોઈનું અહમ રહે નહિ. માટે પાંચમની સંવત્સરી થાય તેમ કરો. છઠની ! ક્ષયવૃદ્ધિવાળો પ્રસંગ કરવામાં તેઓ નારાજ હતા. પાંચમની સંવત્સરીના પક્ષમાં કલાપૂર્ણસૂરિ કબૂલ થાય તેમ ! ન હતા. કારણકે રામચંદ્રસૂરિથી જુદા પડવાનું તેમને કોઈ રીતે પાલવે તેમ ન હતું. અને તે જુદા પડે તો જે સમાધાન થાય તે અધૂરું રહેતું હતું. આથી મેં ભુવનભાનુસૂરિને કહ્યું કે છઠની ક્ષયવૃદ્ધિની ફોર્મ્યુલામાં તમે થોડું iઉમેરો, તો હું અમારાવાળાને સમજાવી શકે. તે ઉમેરવાની કેટલીકલમો મેં તેમની પાસે લખાવી : (૧) |
ચોમાસામાં શત્રુંજયમાં ગિરિરાજ ઉપર યાત્રા કરવાની નહિ. (૨) ગ્રહણ વિ. વખતે દેરાસરો માંગલિક બંધા રાખવાં. (૩) પક્તી વગેરે પ્રતિક્રમણના છેડે સંતિકર બોલવાની પ્રણાલિકા માન્ય રાખવી.(૪) નવ અંગે પૂજા! ન કરાવવી. (૫) અને આ પટ્ટકને જે માને નહિ તેની સાથે ઇતર ગચ્છના સાધુઓની જેમ વ્યવહાર કરવો. ' i આ કલમો મંજૂર હોય તો હું અમારાવાળાને સમજાવી શકું. ભુવનભાનુ સૂ, કબૂલ થયા અને તેનું Iકલમો તેમના શિષ્યોના હસ્તાક્ષરથી પટ્ટકમાં ઉમેરી. આ બધું છતાં અમારા પક્ષ તરફથી કામ લેવું કઠિન હતું.' છેવટે જ્યારે ભુવનભાનુ સૂ. ગળગળા થઈ ગયા અને કહ્યું કે “બે તિથિ પક્ષવાળા રામચંદ્ર સૂ.ના હિસાબે ! અમને તરછોડે છે, અને એક તિથિ પક્ષવાળા અમને બે તિથિ પક્ષવાળા ગણી અમારાથી આઘા ભાગે છે. ' આ બધા સાધુઓને મેં દીક્ષા આપી, હવે મારે શું કરવું?” મેં કહ્યું, “હું પ્રયત્ન કરીશ, અને અમારા પક્ષમાં કોઈ જાતનો વાંધો નહિ આવવા દઉં”. તેથી તેઓ સંતોષ પામ્યા. | તેમને તેમના પક્ષના બધા આચાર્યોનો વિશ્વાસ હતો પણ કલાપૂર્ણસૂરિનો વિશ્વાસ સંપાદન કરવાનો ! બાકી હતો. કારણકે તે રામચંદ્રસૂરિ સાથે ઘનિષ્ટપણે સંકળાયેલા હતા. એટલે તેમણે તેમના ભક્ત હિમ્મતભાઈ બેડાવાળાને, તેઓ જયપુર ચોમાસું હોવાથી ત્યાં મોકલવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ તત્કાલે જઈ શકે તેમ ન Jહતા. આથી તેમણે પ્રાણલાલ દોશીને નક્કી કર્યા. તેઓ તૈયાર થયા, પણ તેમણે કહ્યું કે હું વિનંતી કરી
શકીશ. જો પંડિતજી સાથે આવે તો તે દલીલ કરી શકે. આથી પ્રાણલાલભાઈ સાથે મારે ક્યપુર જવાનું નક્કી થયું. હું તથા પ્રાણલાલભાઈ જયપુર એરોપ્લેન દ્વારા ગયા. વચ્ચે એરોપ્લેન ખોટકાએલ હોવાથી જયપુર સાંજે ! પહોંચ્યા. પ્રતિક્રમણ બાદ પ્રાણલાલભાઈએ કલાપૂર્ણ સૂ.ની સાથે બાર વાગ્યા સુધી વાત કરી. પણ કલાપૂર્ણસૂરિ ! રામચંદ્ર સૂ. જો સંમત થાય તો સંમત થવાના આગ્રહવાળા રહ્યા. કેમકે તેમણે કહ્યું કે તેમના ભક્તો અને સાધ્વીજીઓનો મોટો ભાગ રામચંદ્ર સૂ.ને અનુસરે છે. મારો સમુદાય વિખેરાઈ જાય. ! છેવટે મેં કહ્યું : સાહેબ, અમારે ત્યાં કોઈને કશી પડી નથી. પરંતુ આ બધો પ્રયત્ન ભુવનભાનુસૂરિ ! વિ. ના કહેવાથી કર્યો છે. હવે આ પ્રયત્ન ન કરવા જેવો લાગતો હોય તો પડતો મૂકીએ”. તેમણે કહ્યું, '
પ્રયત્ન કરવા જેવો છે. પણ મારી મુશ્કેલી છે”. રાતે અમે સૂઈ ગયા. સવારે વહેલા પાંચ વાગે કલાપૂર્ણસૂરિએ બોલાવ્યો અને કહ્યું કે “જો કારસૂરિ અને ભદ્રકરસૂરિ આ પટ્ટકમાં સંમત થતા હોય તો તેઓ મારા વતી ! સહી કરે”. મેં કહ્યું કે તમે તેમના ઉપરનો કાગળ લખી આપો કે જો તમે સંમત થતા હો તો તમે મારા વતી | =============================== ૯૮]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - -
— — –
-
-
-
-
-
-
-
-
---
-
-
-
-
-
---