________________
Iસંમતિ લઈ આવે. પછી આગળ કામ ચલાવીએ.”
મેં કહ્યું કે ‘“તમારાવાળાની અને અમારાવાળાની બંનેની સહીઓ હું લઈ આવીશ. આપ સહી કરો.’’ તેમણે કહ્યું કે ‘‘ઉચિત નથી. અમારા દ્વારા પ્રયત્ન કરવો જોઇએ”. આ વાત ત્યાંથી અટકી અને અમે ઊભા થયા. આ પછી હું, શ્રેણિકભાઈ અને કુમુદભાઈ ત્રણેય મારે ઘેર આવ્યા. મેં કુમુદભાઈને દૂર રાખી શ્રેણિકભાઈ સાથે વાત કરી કે તમને સાક્ષી તરીકે રાખ્યા તે બરાબર. પણ આમાં મહારાજશ્રીની નિખાલસતા લાગતી નથી. શ્રેણિકભાઈએ કહ્યું કે પંડિતજી, મહારાજશ્રીની અને તમારી વાતોમાં મને બહુ સમજણ પડતી નથી.
ત્યારબાદ શેઠ અને કુમુદભાઈ મારે ઘેરથી ગયા.
(૨૨)
રવિવારે રાતે આ વાતચીત સંબંધી અને ખૂબ વિચારો આવ્યા અને મને લાગ્યું કે કાંતિલાલ ચુનીલાલને બોલાવવામાં અને બીજાઓની સંમતિ મેળવવાની પાછળ મહારાજશ્રીની પોલીસી લાગે છે. જે કામ આટલું સરાણે ચડ્યું છે તે રોળી નાખવાની આની પાછળ વૃત્તિ દેખાય છે. મેં આ સંબંધી રાતના ખૂબ વિચાર કર્યા İઅને સવારે શ્રીયુત કુમુદભાઈને બોલાવી મહારાજશ્રીનું વ્યાખ્યાન ઊઠે ત્યારે તરત જવાનું નક્કી કર્યું.
આ દિવસ સોમવારનો હતો. વ્યાખ્યાન ઊઠ્યા બાદ મહારાજશ્રીની સાથે રૂમમાં હું, કુમુદભાઈ, ! મહોદય સૂ. અને મહારાજશ્રી મળ્યા. મેં મહારાજશ્રીને કહ્યું કે ‘‘તમે કાંતિલાલ ચુનીલાલ દ્વારા તમારા પક્ષના બધા આચાર્યો કહેવડાવો, “હું પંડિત સાથે તિથિ સમાધાન કરવા માગું છું, તો તમે બધા તે વાતમાં સંમતિ લખી આપો.” આ કહેવડાવવાની પાછળ આપની મુરાદ મને શુદ્ધ દેખાતી નથી. કેમકે તમે જ્યારે બધાને İકહેવડાવો કે “હું સમાધાન કરવા તૈયાર છું તેમાં બધા સંમતિ આપો''. પછી આપ મારી સાથે મુસદ્દો તૈયાર કરવામાં અનેક વાંધાઓ નાખો અને કહો કે પંડિતજી આ માનતા નથી અને તે માનતા નથી. તેમ કરી આ 1 આગળ વધેલી વાતને રોળી નાખવાની મુરાદ જણાય છે. વધુમાં આપને સહીઓ કરી આપનારા કશું બોલી | શકે નહિ અને આજે ભુવનભાનુ સૂરિ વિ. જે તૈયાર થયા છે તે બધા ઠંડા પડી જાય અને વિખૂટા પડી જાય. એવી મને તમારી મુરાદ દેખાય છે. માટે મારે કોઈ સમાધાનની ભૂમિકા તમારી સાથે કરવી નથી. કેમકે તે કરવાથી હું મારા પક્ષમાં હલકો પડીશ''.
મહારાજશ્રી સ્ટેજ હસ્યા અને બોલ્ઝા, ‘‘તો આપણે આ વાત રહેવા દઈએ અને સર્વ મંગલ I કરીએ”. મેં કહ્યું સર્વમંગલ કરો. તે વખતે હેમભૂષણવિજયે કહ્યું, આમાં કાંઈ સમજણ પડી નહિ. મેં જવાબ I આપ્યો, મહારાજશ્રીને પૂછો.
વધુમાં તે વખતે મેં મહારાજશ્રીને કહ્યું કે ‘‘ખંભાતમાં જ્યારે આપના પ્રવચનની સાથે ચંદ્રશેખર | વિજયજી હતા ત્યારે લોકોએ ચંદ્રશેખરવિજયજીને બોલવા ઘણી ચિઠ્ઠીઓ મોકલી, પણ આપે સર્વમંગલ કરી | તેમને બોલવા ન દીધા. પણ પછી આપને લાગ્યું કે ભુવનભાનુસૂરિથી ચંદ્રશેખરવિજયજીને છૂટા પાડવા માટે આ સારો સમય છે. એટલે આપે ‘મારો ભઈલો' કહી તેમને આગળ ધર્યા. આ કરવા પાછળ ચંદ્રશેખર વિજયજીને ભુવનભાનુસૂરિથી જુદા પાડવાનો આશય હતો. તેમ હું સમાધાન કરવા તૈયાર છું અને બધા સંમતિ આપો, તે પાછળ સમાધાનની વૃત્તિ નથી પણ તોડી પાડવાની વૃત્તિ છે”. આ પછી હું મન્થેણ વંદામિ કહી
તિથિ ચર્ચા]
[૯૫