________________
૨eo
શ્રી ઋષભનાથ ચરિત્ર
તે બાણ, તે માગધતીર્થનું જળ, કિરીટ અને કુંડલને પણ આપે છે.
ભરતરાજા તેને સ્વીકારે છે, માગધપતિને સત્કાર કરે છે, મહાપુરુષે ખરેખર સેવકજન ઉપર પ્રેમાળ હોય છે.
હવે રાજા રથને વાળીને તે જ માગ વડે પોતાની છાવણીમાં ઇંદ્ર જેમ અમરાવતીમાં આવે તેમ આવે છે. રથમાંથી ઉતરીને અંગ જોઈને પરિવાર સહિત ભરતરાજા અઠમ ભક્તનું પારણું કરે છે. તે પછી રાજા ચક્રની જેમ, નમેલા માગધપતિને મહાઋદ્ધિ વડે અષ્ટાદ્દિકા મહોત્સવ કરે છે. અષ્ટાહ્નિકા મહત્સવ સમાપ્ત થયે છતે, સૂર્યના રથમાંથી નીકળેલ હોય એવું તેજ વડે પ્રચંડ એવું ચકરત્ન આકાશમાં ચાલે છે.
દિગયાત્રામાં વરદામતીર્થને અધિકાર
તે પછી ચક દક્ષિણ દિશામાં વરદામતીર્થ તરફ ચાલે છે. ચક્રવતિ પણ પ્રાદિ ઉપસર્ગો ધાતુગણને અનુસરે તેમ તે ચકને અનુસરે છે. રાજા પ્રતિદિન યોજનમાત્ર પ્રયાણ વડે જતો, રાજહંસ જેમ માનસ સરોવરમાં જાય તેમ દક્ષિણ સમુદ્ર પાસે પહોંચે છે. ઘણું એલચીલવંગલવલી અને કક્કોલવાળા સમુદ્રના કાંઠે સૈન્યોને પડાવ નાખે છે. ત્યાં વર્ધક (સુતાર) પૂર્વની જેમ ચકવતિની આજ્ઞાથી સર્વ સૈન્યના આવાસ અને પૌષધશાળા રચે છે.