________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતરાજા પાસે આવીને, પ્રણામ કરીને આ પ્રમાણે જણાવે છે –
હે સ્વામી ! કમળવનને પૂર્ણિમાના ચંદ્રની જેવા હે રાજન ! આજે ભાગ્યગે તમે મારા દષ્ટિમાર્ગમાં પ્રાપ્ત થયા છે. જેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભસ્વામી વિજયવંત છે, તેમ પ્રથમ ચક્રવતિ એવા તમે પણ વિજય પામે.
રાવણ સરખો બીજો કોઈ હાથી નથી, વાયુ સમાન બીજે કઈ બળવાન નથી, આકાશથી બીજુ કોઈ પ્રતિમાન નથી, તેમ તમારા સર જગતમાં બીજે કઈ પ્રતિમલ નથી.
કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી નીકળેલું તમારું બાણ, ઇંદ્રના વજની જેમ સહન કરવાને કોણ સમર્થ છે? પ્રમાદી એવા મારી ઉપર મહેરબાની કરીને તમે કર્તવ્ય જણાવવા માટે વેત્રિપુરુષ (દ્વારપાળ)ની જેમ આ બાણ મોકલ્યું. હે નાથ ! હે પૃથ્વીનાથ શિરોમણિ ! હવે પછી હું તમારી આજ્ઞાને મસ્તક ઉપર મુકુટની જેમ ધારણ કરીશ. હે સ્વામી ! આ માગધતીર્થને વિષે તમારા વડે સ્થાપન કરાયેલે હું, તમારા પૂર્વ દિશાના વિજયસ્તંભની જેમ નિર્દભ ભક્તિના સમૂહવાળે રહીશ. આ અમે, આ રાજ્ય અને આ સર્વ પરિવાર અને બીજું પણ જે કાંઈ છે તે તમારું જ છે. પિોતાના સેવકની જેમ અમારા ઉપર શાસન કરો, એમ કહીને તે દેવ, ચક્રવતિને