SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૦ * , ત્રિભુવનસ્વામી ઋષભદેવની માતા છે. ત્રણ જગતના આધાર સત્વશાળી જે પ્રથમ તીર્થકર થવાના છે તે આદીનાથની આપ જનની છે. જેના નામના સ્મરણથી બીજાને ઉપદ્ર નથી થતા, તે તમારા પુત્રને ઉપદ્ર શાના થાય ? તેમને વનમાં વાઘ, વરૂ કે હિંસક પ્રાણીને ભય નથી. તે જંગલમાં તાઢ, તડકે, વરસાદ વગેરે સહન કરે છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે અને તે તેમને થવાનું જ છે. આપ મનમાં ઓછું ન લા. જગતને તારનાર પુત્ર રત્નના કાર્યની અનુમોદન કરે.” કેવળ જ્ઞાન અને ચકની ઉત્પત્તિની વધામણી આ પ્રમાણે ભારત માતાને આશ્વાસન આપે છે તેટલામાં યમક અને સમક નામના બે રાજપુરુષે ભરત મહારાજ પાસે આવ્યા. યમકે કહ્યું, “હે રાજન પુરિમતાલ નામના પરામાં શકટાનન ઉદ્યાનમાં પ્રભુ ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” પછી સમકે કહ્યું, “હે નરાધિપ! આપની આયુદ્ધશાળામાં સૂર્ય મંડળ સરખું તેજસ્વી અને હજાર આરાવાળું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” આ બન્ને વધામણુઓ સાથે સાંભળી ભરત મહારાજા ક્ષણવાર વિચારમાં પડ્યા કે, મારે આ બેમાં પ્રથમ પૂજા ડેની કરવી; તુરત જ વિચાર કર્યો કે “જગતને અભય આપનાર પિતાજી ક્યાં અને પ્રાણીઓને ઘાત કરનારા ચક્ર ક્યાં?' એમ વિચારી પ્રથમ પ્રભુની પૂજા કરવાને નિશ્ચર્ય કર્યો. ભારતનું મરૂદેવા માતા સાથે સમવસરણ તરફ પ્રયાણ - યમક સમકને વધામણી બદલ યોગ્ય ઈનામ આપી, ભરત મહારાજાએ પોતાના સામંતોને કેવળજ્ઞાનના મહત્સવ માટે પ્રયાણ કરવાની આજ્ઞા આપી. ત્યારબાદ ભરતે મરૂદેવા માતાને કહ્યું, “હર હંમેશ જેનું હૃદયમાં દુઃખ ધરી ચિતા કરે છે તે તમારા પુત્ર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy