SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ માતાના ચરણને સ્પર્શ કરી કહ્યું, “હે માતા ! હું ભારત આપને કુશળ છે ને ?” આ શબ્દ સાંભળતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું અને તેમણે આંખમાં આંસુ સાથે ભારતને આશીર્વાદ આપ્યા અને પછી કહેવા લાગ્યાં, “હે ભરત ! મારો પુત્ર ઋષભ મને, તને અને સઘળી રાજયઋદ્ધિ છોડી ચાલતે થે. ગહન વનમાં એકાકી ફરત, તાઢ તડકે સહન કરતો અને ભૂખ તરસથી પીડાતો સાંભળું છું ત્યારે મને થાય છે કે હું સાંભળ્યા છતાં કેમ જીવું છું કે તું મને રોજ પૂછે છે “માતા ! કુશળ છે ને!” મારી કુશળતા ઋષભની કુશળતામાં છે. હર હંમેશ જેને માથે ઉજવળ ચંદ્રકાન્તિ જેવા છત્ર રહેતાં, તેનું માથું આજે સૂર્યના તાપથી તપી રહ્યું છે. રથ અને હસ્તિ ઉપર બીરાજી સેંકડો માણસોથી જેવાતે મારે ઋષભ કાંટા, કાંકરા અને ઝાંખરામાં તેમજ પર્વત, ખીણ અને જંગલમાં ઉઘાડે પગે રખડે છે. જેના આહાર અને ખાનપાન માટે કલ્પવૃક્ષના ફળ અને ક્ષીર સમુદ્રના પાણી હાજર થતાં, તે મારે ઋષભ ઘેર ઘેર ભિક્ષા માટે રખડે છે. અને તે ભિક્ષા પણ કોઈક વાર મળે અને કેઈવાર ન પણ મળે. મારે ઋષભ જ્યારે ત્રણે ઋતુઓમાં નિરાધાર ભીલોની પેઠે દુઃખ સહન કરી રહ્યો છે, ત્યારે તમે ભરત, બાહુબલિ વગેરે રાજ્યભરમાં રાચે છે. મારા પુત્રની તમે થોડી જ દરકાર લો છે. મારા ભાગ્યને જ ધિક્કાર છે. ઋષભ જેવા પુત્રને પામી છતાં તેથી વિયેગી બની. તે પુત્ર પણ જ્ઞાન, નિધાન અને વાત્સલ્યપણું હોવા છતાં મને સાવ વિસરી ગયો છે. હું તેની સાર સંભાર લેવા જાઉં. પણ મેં તેના દુઃખને લઈ અથુપાતથી આંખ ગુમાવી છે એટલે લાચાર છું. ભરત, તું મને તેની ખબર તો આપ્યા કરજે” આમ બેલી મરૂદેવામાતા રડી પડ્યા. ભરત મહારાજા શૈર્ય ધારણ કરી માતાને કહેવા લાગ્યા, “આપ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy