SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ બોલ્યા, “હે રામ તમે કેવળ ભવ્ય છો એટલું જ નહિ પણ આ જન્મમાં જ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પણ પામનારા છો” રામ, લક્ષમણ, સીતા રાવણુ અને વિભીષણના પૂર્વભવ સભામાં વિભીષણ, લક્ષ્મણ, લવણુ, અંકુશ વગેરે બેઠા હતા. તેમણે પોતાના પૂર્વ ભવ વિષે પૂછયું. મુનિએ કહ્યું, “આ દક્ષિણ ભરતાં ક્ષેમપુર નગરમાં નચદત્ત નામે વાણિ હતો. તેને સુનંદા, નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્ર થયા. આ બન્ને પુત્રોને યાજ્ઞવલક્ય નામનો મિત્ર હતું. આજ નગરમાં સાગરદત્ત શેઠને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી હતી. આ પુત્રીને વિવાહ ધનદત્તની સાથે તેના પિતાએ કર્યો હતો. તેની માતાએ ધન લોભથી લલચાઈ શ્રીકાન્ત નામના એક ધનાઢયની સાથે ગુપ્તા રીતે તેને આપવાનું નકકી કર્યું હતું આ વાતની ખબર યાજ્ઞવલક્ય દ્વારા વસુદત્તને પડતાં તે શ્રીકાન્ત પાસે ગયો અને ત્યાં પરરપર લડી બને મૃત્યુ પામ્યા આમ ગુણવંતીને કારણે વસુદત્ત અને શ્રીકાન્તની વૈરપરંપરા જાગી અને યાજ્ઞવલ, વસુદત્ત અને ધનદત્તની પરસ્પર પ્રેમ પરંપરા જાગી. ગુણવતી મરી, ભવભ્રમણ કરી સીતા થઈ, વસુદત ભવ ભ્રમણ કરી લક્ષ્મણ થયે. ગુણવતી જેને આપી હતી તે ભદ્રિક ધનદત્ત ભવાટવીમાં ભમી રામ થયા. શ્રીકાન્તને જીવ ભવભ્રમણ કરી રાવણ છે. યાજ્ઞવલક્ય, પૂર્વભવમાં ધનદત્ત અને વસુદત્તનો મિત્ર હોવાથી સંસારમાં રખડી બિભીષણ છે અને રામ લક્ષ્મણને મિત્ર બન્ય. લવણ અંકુશના પૂર્વભવ કાકંદી નગરીમાં લવણ અને અકુશના જીવ સસુનંદ અને સુનંદ નામે બે બ્રાહ્મણ હતા, માસો પવાસી મુનિને ભાવથી પ્રતિભાભી અને શુભ ભાવથી મૃત્યુ પામી બન્ને રાજકુમારી થયાં.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy