SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અને દીક્ષા લઈ, મૃત્યુ પામી દેવલોક જઈ લવણ અંકુશ થયા આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી પૂર્વભવ સાંભળી ઘણા લેકે સંવેગ પામ્યા. રામના સેનાપતિ કૃતાને તત્કાળ દીક્ષા લીધી રામ લક્ષણ જ્યભૂષણ મુનિને વંદન કરી ત્યાંથી ઊઠીને સીતા પાસે આવ્યા. સીતાને જોઈ રામે વિચાર્યું “આ સીતા શીષરીના પુષ્પ જેવી કોમળ રાજપુત્રી છે, તે શત અને આતાપના કલેશને કેમ સહન કરી શકશે? વળી આ સ્ત્રી સર્વભારથી અધિક અને હૃદયથી પણ દુહ એવા સંયમના ભારને કેવી રીતે વહન કરી શકશે? અથવા જેના સતી વ્રતને રાવણ પણ ભગ્ન કરી શક્યો નહિ એવી આ સતી સંયમમાં પણ પોતાની પ્રતિજ્ઞા પાળનારા થશે” આમ વિચાર કરી રામે સીતાને વંદના કરી એટલે લક્ષ્મણ અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યા આવ્યા. સીતાનું સ્વર્ગગમન સીતાએ ઉગ્ર તપ કરવા માંડયું. આઠ વર્ષ સુધી વિવિધ તપ કરી, ત્રીસ દિવસ અનશન આરાધી મૃત્યુ પામી અય્યતેન્દ્ર થયા. મંદાકિની તથા ચંદ્રમુખીને સ્વયંવર લમણુના પુત્રોએ લીધેલી દીક્ષા શૈતાઢયગિરિ પર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરને રાજા હતો. તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લક્ષ્મણાદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડપમાં બેઠા. મંદાકિની સ્વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનાંકુશને વરી. તે જોઈ લક્ષ્મણના પુત્રો Bધ કરી યુદ્ધ કરવા તૈયાર થયા
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy