SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ વજયુદ્ધ મુનિને ઉપસર્ગો હવે અચીવ પ્રનિવાસુદેવના પુત્ર, મણિકુંભ અને મણિકેતુ, ચિર કાલ ભવાટવિમાં ભમી, અને બાલ તપ કરી, અસુરકુમાર દેવતા થયા. તેઓ ફરતા ફરતા સિદ્ધિ પર્વત પર આવી ચડયા. વાયુદ્ધ મુનિને જોઇ, પૂર્વના અમિતતેજના ભવના વૈરથી, તે બને ઉપદ્રવ કરવા લાગ્યા. સિંહ થઈ તેમનું શરીર ઉઝરડવા લાગ્યા. હાથી થઈ જંતુશળ વડે પ્રહાર કરવા લાગ્યા. સપથઈ તેમના શરીરે વિંટાઈ ચરવા લાગ્યા. એવામાં ઈંદ્રની તિલોત્તમા વગેરે દાસીઓ અરિહંતને વાંદવા જતી હતી તે મુનિને ઉપસર્ગ થતા જોઈ ત્યાં આવી એટલે અસુકુમારે ત્યાંથી ક્ષોભ પામી નાસી ગયા. સહસ્રાયુધે ઘણાં વર્ષ રાજ્યનું પાલન કરી પિહિતાશ્રવ નામને ગણધર પાસે દીક્ષા લીધી. અનુક્રમે વિહાર કરતાં બન્ને પિતા પુત્ર એકઠા થયા અને ઈષત પ્રાગભારૂ નામના ગિરિ ઉપર ગયા. નવમો ભવ-દેવ ગિરિ ઉપર અણસણ કરી, આયુષ્ય પૂર્ણ થયે સમાધિપૂર્વક મરણ પામી વજાયુદ્ધ મુનિ ત્રીજા રૈવેયક દેવલમાં દેવ પણે ઉત્પન્ન થયા. દશમે ભવ–મેઘરથ રાજા જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કળાવતી વિજયને વિષે પુંડરીકણી નામે નગરી હતી. ત્યાં દશરથ નામે મહારથી રાજા રાજ્ય કરતો હતો તેને પ્રિયમતી અને મને રમા નામે બે રાણીઓ હતી. વજયજીવ દેવલથી વી પ્રિયમતીની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયો. પૂર્ણમાસે પ્રિયમતીએ પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ મેઘરથ પાડયું. આ અરસામાં સહસ્રાયુને જીવ વેક વિમાનથી અવી મનેરમાની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy