SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ થયો. પૂર્ણ માસે મનોરમારાણીએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ દઢરથે પાયું. બંને બાંધવો ઉંમર લાયક થતા પિતાએ તેમને પરણાવ્યા. લોકાંતિક દેવતાઓની પ્રેરણાથી ધનરથ રાજાએ રોયને ભાર મેઘરથને સેંપી દીક્ષા લીધી. અનુકમે કેવળજ્ઞાન પામી તીર્થ પ્રવર્તાવવા લાગ્યા. એક દિવસ મેઘરથ રાજા પોષધમાં બેઠા હતા તેવામાં ભયથી થર થર ધ્રુજતું એક કબુતર રાજાના ખોળામાં આવી બેઠું એટલે રાજાએ તેને અભયવચન આપ્યું. એટલામાં તેની પાછળ પડેલું એક બાજપક્ષી આવી રાજાને કહેવા લાગ્યું, “હે રાજા ! મારૂં ભક્ષ્ય તમારી પાસે આવ્યું છે તેને છોડી દો” રાજાએ કહ્યું, “અરે મૂર્ણપક્ષી! ક્ષણિક સુખ માટે જીવ હિંસા કરી શા માટે નરકમાં જવા છે ?” ત્યારે પક્ષી બે, “તમે કબુતરને બચાવે છે તો મને પણ સુધાથી બચાવે. હું માંસ વિના બીજું કંઈ ખાતે નથી.” રાજાએ કહ્યું, “કબુતરને બદલે હું મારા દેહનું માંસ તને આપું છું”. પછી ત્રાજવું મંગાવી રાજાએ એક પલામાં પક્ષી મૂક્યું અને બીજા પલ્લામાં પોતાનું માંસ કાપી કાપી મૂકવા માંડ્યું. જેમ જેમ માંસ કાપી મૂકવા માંડયું તેમ તેમ કબુતર તેલમાં વધવા લાગ્યું. એટલે રાજા પોતે ત્રાજવામાં બેઠે! એટલે સર્વલોક હાહાકાર કરી કહેવા લાગ્યા, “હે પ્રભુ ! તમે આ શું કરે છે ? એક પક્ષીને માટે તમે આવો અમૂલ્ય દેહ ગુમાવે છે ! અમને તો એમ લાગે છે કે આ પક્ષી કઈ માયાવી દેવ હોવો જોઈએ કારણ કે કઈ પણ પારેવું આટલું બધું ભારે હેઈ શકે નહિ” એટલામાં તે તે પારેવામાં અધિષ્ઠિત થયેલો દેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યા, “હે રાજા! ઈશાનેદ્રની સભામાં તમારી પ્રસંશા થતી હતી તે મારાથી સહન ન થઈ તેથી હું તમારી પરીક્ષા
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy