________________
ભેદ. એ ભેદ એમની શુદ્ધિ, અશુદ્ધિ, પ્રકર્ષ અને અપકર્ષ–એ ચાર પ્રકારને લીધે થાય છે. - જિનેશ્વરપ્રણીત તને જે માણસ મિથ્યાત્વથી વિપર્યસ્ત દષ્ટિવડે જુએ છે તે મિથ્યાદષ્ટિ કહેવાય અને આવા (અસમ્યગદષ્ટિવાળા) માણસનું સ્થાન તે મિચ્ય દષ્ટિ ગુણસ્થાનક કહેવાય. અહિં કોઈ એમ પણ કહી શકે કે મિથ્યાષ્ટિઓને તે દષ્ટિને વિપયોસ છે, એમની દૃષ્ટિ વિપસિત છે એટલે એમનામાં જ્ઞાન આદિ ગુણોને સદ્દભાવ જ ન હોય, તે પછી એને ગુણસ્થાનક કેવી રીતે કહેવાય? સમાધાન-અગર જે કે જિન ભગવાનપ્રણીત વરતુઓને મિથ્યાદૃષ્ટિ છે વિપરીત' માને છે તે પણ મનુષ્ય, પશુ આદિ વસ્તુના વિષય પર તે એમની માન્યતા અવિપરીત છે. વળી મનુષ્ય આદિ અન્ય પ્રાણિઓની વાત એક બાજુએ મૂકે, તે પણ નિગોદના છાંયે અવ્યકત સ્પર્શગુણ છે એમ એઓ યથાસ્થિત સ્વીકાર કરે છે, જેવી રીતે કે ગાઢ વાદળાથી આચ્છાદિત થયેલા સૂર્યની કંઈક પ્રભા તે અનાચ્છાદિત રહે છે. જે એમ ન હોય તે પછી રાત્રીમાં ને દિવસમાં લેશ પણ ભેદ રહે નહિં. મિથ્યાત્વ ગુણસ્થાનના ત્રણ પ્રકારના કાળ છે–અભવ્ય જીવોને અનાદિકાળથી મિથ્યાત્વ છે અને અનાદિકાલ સુધી રહેવાનું છે માટે એ ભાંગાનું નામ અનાદિ અનંત, ભવ્ય અને અનાદિકાળથી મિથ્યાત્વ છે પરંતુ સમકિત પામી મોક્ષપદને પામે ત્યારે મિથ્યાત્વને અંત, માટે એ ભાંગાનું નામ અનાદિસાંત અને જે જીવે પ્રથમ સમકિત પ્રાપ્ત કરી તેને અનુભવી ફરીથી મિથ્યાત્વ પામે ત્યારે મિથ્યાત્વનો નાશ આદિ અને ફરીથી મિથ્યાત્વને નાશ કરી સમકિત પ્રાપ્ત મોક્ષપદને પામે ત્યારે મિથ્યાત્વની આદિ અને ફરીથી મિથ્યાત્વને નાશ કરી સમકિત પ્રાપ્ત કરી મોક્ષપદને પામે ત્યારે મિથ્યાત્વનો નાશ માટે આ ભાંગે આદિ ને અંતસહિત હોવાથી આ ભાંગાનું નામ સાદિસાંત, આને કાળ જઘન્યથી અંત મુહર્ત ને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પગલપરાવર્ત છે. આ પ્રમાણે પ્રથમ ગુણસ્થાનનું સ્વરૂપ સમજવું.
સમકિતના ઉપશમ નામના આય એટલે લાભને સાદી એટલે હરકત પહોંચાડે છે એ સાય સાદન થયું અને એ આસાદનવાળે સ+સાદને એટલે સાસાદન કહેવાય, એ સભ્ય દષ્ટિ જીવ હેય, અને એ બીજે ગુણસ્થાનકે હય, તે આ પ્રમાણે --
જઘન્યતઃ પૂર્વોકત ઉપશમ સમકિતના શેષ (અન્તિમ) ક્ષણે (સમય) અને ઉત્કૃષ્ટત: છ આવળી શેષ રહે ત્યારે કંઈ પણ પ્રાણીને કોઈપણ હેતુને લઈને મહાન ઉત્પાતના ઉદય સદશ અનન્તાનુબંધી કષાયને ઉદય થાય છે. એ અનંતાનુબંધી કષાયને ઉદય થયા પછી, પ્રાણી સાસાદન સમ્યગદષ્ટિ નામના ગુણસ્થાને પહોંચે છે અથવા તે પૂર્વે કહી ગયા પ્રમાણે ઉપશમ સમકિતને અંતે ઉપશમ શ્રેણિથી પતિત થયેલ હરકોઈ પ્રાણીનું એ ગુણસ્થાન હોય. એથી આગલા વધતાં તે પ્રાણી અવશ્યમેવ મિથ્યાત્વ ગુણસ્થાને જ પાછો આવી પડે છે, કારણ કે બીજે પગથીએથી પડનારો પહેલે પગથીએ જ જાય છે. આ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગૂઢષ્ટિ ગુણસ્થાન પણ કહે છે. બુદ્ધિમાન પુરુષોએ એ નામ સાર્થક પણ કહ્યું છે કેમકે સમકિતનું વમન થતું હોય, એના આસ્વાદનવાળું જે ગુણસ્થાન તે સાસ્વાદન દષ્ટ ગુણસ્થાન, જેવી રીતે કે વ્યગ્ર મનવાળાને ખાધેલા અન્નનું મક્ષિકા વગેરેથી વમન થાય ત્યારે એને એ વમન કરેલા રસને કંઈક તે સ્વાહ વર્તાય છે તેવી રીતે આ પ્રાણી પણ ભ્રાન્તિને લીધે મિચ્છામુખ થતાં સમકિતનું વમન કરે છે ત્યારે એને એને કંઇક સ્વાદ આવ્યા વિના રહેતો નથી. એવી રતનું બીજું ગુણસ્થાનક છે. તેનો કાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૬ આવલી.