SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કે અગાઉ ત્રણ પુંજ કહી ગયા છીએ એમાંનાં એક અર્ધ વિશુધ્ધ નામના પુજેને જ્યારે ઉદય થાય છે ત્યારે પ્રાણીને જિનભાષિત તત્વને વિષે અધ વિશુધ્ધ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ત્યારે તે પ્રાણી સમ્યગ મિથ્યાદષ્ટિ કહેવાય છે. અને એનું ગુણસ્થાનક સમ્યગૂ મિદષ્ટિ ગુરથાનક કહેવાય છે. એ ગુસ્થાનકને કાલ અંતમુહૂત્તને છે. તે પછી એ પ્રાણુ અવશ્ય મિથ્યાત્વ અથવા સમકિત પ્રાપ્ત કરે છે. " સમ્યકત્વવાન હોવા છતાં પણ જે પ્રાણી સાવદ્ય યોગથી વિરમે ન હોય તેનું ગુણસ્થાન અવિરતિસમ્યગદષ્ટિ કહેવાય, પૂર્વોક્ત ઉપરામિક સમિતિ પ્રાપ્ત થયું હોય છતાં અથવા શુદ્ધ પુજના ઉદયને લીધે લાપશમિક સમતિ પ્રાપ્ત થયું હોય છતાં અથવા દર્શનસસક ક્ષણ થવાથી ક્ષાયિકસમકિત પ્રાપ્ત થયું હોય છતાં તેમજ સાવદ્ય વિરતિ મેક્ષદાયક છે એવી સમ-જણ હોય છતાં અપ્રત્યાખ્યાન નામના કષાયને ઉદય નડવાથી પ્રાણું દેશથી એટલે થોડી ઘણું પણ વિરતિ કરવાને કે પાળવાને સમર્થ થતું નથી એથું ગુણસ્થાન કહ્યું. એ સ્થૂલ સાવદ્યથી વિરમીને જે પ્રાણી અલ્પ પણ વિરતિ અંગીકાર કરે છે તે દેશવિરતિ કહેવાય છે. અને એનું નામ દેશવિરતિ ગુણસ્થાન કહ્યું છે. સર્વ સાવદ્ય વિરતિથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ જાણ હોય છતાં પણ પ્રત્યાખ્યાનરૂપ આવરણે એને અંગીકાર કરવામાં વિદ્મભૂત થાય છે. એને કાલ દેશના પૂર્વ કોડ વર્ષ. એ પાંચમું ગુણસ્થાનક કહ્યું. - સર્વ સાવદ્ય વેગથી વિરપે હોય એ પણ જે સંયમી, કષાય નિદ્રા વિકથા આદિ પ્રમાદને લઈને પ્રમાદમાં પડે એ પ્રમત્ત સંયત કહેવાય છે, એનું ગુણસ્થાનક પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુરુસ્થાનક પહેલાના પાંચે કરતાં વિશેષ શુદ્ધ છે અને હવે કહેવામાં આવશે એના કરતાં ઓછું શુધ્ધ છે. અન્ય ગુણસ્થાનમાં પણ આવી જ રીતે વિશેષતા ને અલ્પતા જાણવા. આ પ્રમાણે છ ગુણસ્થાનક કહ્યું. પ્રમત્ત ગુણસ્થાનને કાળ જઘન્ય તથા ઉતકૃષ્ટથી અંતમુહર્તને જાણ. છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનને કાલ એકંદર જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વડ વર્ષ. વિશેષ એ છે કે દેશના પૂર્વ કેડમાં ફક્ત અપ્રમત્ત દશા અંતર્મહત્ત આવે છે. છઠ્ઠ તથા સાતમું ગુણસ્થાન અંતર્મુહને બદલાય છે. જો કે દેશના પૂર્વ કેડ અંદર અપ્રમત્ત ગુણસ્થાન ઘણી વખત પ્રાપ્ત થાય છે પરંતુ અંતમુહૂર્ત ઘણું નાનું હોવાથી ઘણી વખતે અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય છે છતાં તેને કાલ ઉત્કૃષ્ટથી અંતમુહત્તાને છે કેમકે અંતમુહૂર્તના ઘણા ભેદ છે માટે અપ્રમત્ત દશાને અંતમુહૂત્તનો કાળ કહ્યો તે વારતવિક છે. છે જે સંયમી એટલે યતિ નિદ્રા કષાય વગેરે પ્રમાદેથી રહિત હોય એનું અપ્રમત્ત સંયમ નામનું ગુણસ્થાન કહ્યું. અંતમુંહતને કાલ. સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને બંધ-એ પાંચેનું જે સંયમીને પૂર્વની અપેક્ષાએ અપૂર્વકરણ હેય એ સંયમીનું અપૂર્વ કરણ એવું નામ કહેલું છે : જ્ઞાનાવરણીય વગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનું અપવર્તન કરીને ઘાત-એનું નામ સ્થિતિ વાત. અપવર્તન-હીનતા ઘટાડો કરે તે. (એથી ઊલટું ઉદ્દવર્તન-વૃદ્ધિ કરવી તે ) વળી કર્મ દ્રવ્યમાં રહેલા કટુતા આદિ. રસેને અપવર્તન કરીને વાત એ રસ વાત કહેવાય છે. પૂર્વના ગુણસ્થાનમાં શુધ્ધિનું અપપણું હોવાથી સંયમી આ બંને પ્રકારના ઘાત અલ્પ પ્રમાણમાં કરે છે. જ્યારે આ ગુણસ્થાનમાં શુદ્ધિનું વિશેષપણું હોવાથી એ બેઉ વિશેષ પ્રમાણમાં
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy