SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ છે. દ્વારની સમજ તથા ભેદપ્રભેદેની સંખ્યા આપ્યા બાદ તૂજ ૬૨ માર્ગણામાં તે દ્વારના ભેદપ્રભેદની ઘટના કરેલ છે અને તે બાબત કોઠાથી બતાવવામાં આવેલ હોવાથી અભ્યાસકેને ઘણું સુગમતાનું સાધન થયું છે. જે માણામાં વિવક્ષિતદ્વારના જેટલા જેટલા ભેદોની ઘટના થતી હોય તેમાં કયા કયા હેતુઓ છે? અને જે જે ભેદે જે માગણામાં નથી ઘટી શકતા તેમાં કયા કયા કારણે છે? તેની ટૂંકી નોંધ પણ દરેક દ્વારમાં કઠાની સાથે સાથે જ ગ્રન્થકોર આપવાનું ચૂક્યા નથી. એટલે કે ઈપણ એક દ્વારનું સુંદરમાં સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગ્રન્થમાં અપાયેલા પ્રત્યેક દ્વારો જે કે ખાસ ધ્યાન દઈને અભ્યાસમાં મૂકવા લાયક છે, છતાં યેગ-ધ્યાનસંવર-નિર્જરા–ભાવ-ભવસ્થિતિ-કાયસ્થિતિ વિગેરે દ્વારા તે દ્રવ્યાનુયેગના જિજ્ઞાસુ આત્માઓને ખૂબ જ વારંવાર મનન કરવા લાયક છે. આ વિષયના અનેક પ્રાચીન ગ્રન્થ પૈકી કેટલાંક વિશિષ્ટ ગ્રન્થનાં નામે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પંચસંગ્રહ, નૃહત્ સંગ્રહણી, ચતુષડશીતિકા કર્મગ્રન્થ, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થમાં પૂજ્ય પ્રવર પરમકારુણિક આચાર્યભગવંતોએ આ કારને દુર માણામાં ઘટાવ્યા છે, છતાં પ્રસ્તુત ગ્રન્થના પ્રણેતા મુનિશ્રીએ એ સર્વમાન્ય આગમાદિ ગ્રન્થમાંથી તારણ કરીને આ ગ્રન્થ અભ્યાસક વર્ગ માટે જે તૈયાર કર્યો છે, તે ઘણું જ ઉપયોગી થયું છે; કારણ કે વતમાન સમયમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાના અભ્યાસીઓની સંખ્યા ઘણુ અલ્પ જોવાય છે. અને પ્રજ્ઞાપના, પંચસંગ્રહદિ શાસ્ત્રો સંસ્કૃત પ્રાકૃત ભાષામાંજ રચાયેલ હોઈ તે ભાષાને ગ્ય અભ્યાસ હોય તે જ તે ગ્રન્થનું પઠન-પાઠન થઈ શકે; જ્યારે આ ગ્રન્થ ગુર્જર ભાષામાં તૈયાર થયેલે હોવાથી અનેક જ્ઞાનપિપાસુ આત્માઓ તેને લાભ લઈ આત્મકલ્યાણને લાભ ઉઠાવી શકે તેમ છે. આવા ગ્રન્થાના અભ્યાસથી થતી આધ્યાત્મિક પ્રગતિ. આવા ગ્રન્થના વાચન-મનન તેમજ વારંવાર અભ્યાસથી આત્મલક્ષી મુમુક્ષુઓને આત્મવિકાસની પ્રગતિ સંબંધી ઘણે વેગ મળે છે. આવા ગ્રન્થનું અધ્યયન ચિત્તની સ્થિરતા સિવાય થઈ શકતું જ નથી. એટલે એ ગ્રન્થના અધ્યયન દ્વારા ચિત્તની સ્થિરતાને લાભ મળે છે. અને “જેટલી ચિત્તની વધુ સ્થિરતા તેટલી કર્મની વધુ નિર્જરા ' એ આપણા જૈન સિદ્ધાન્ત પ્રમાણે કર્મનિર્જરાને પણ સુંદર લાભ પ્રાપ્ત થાય છે. હું કયા ગુણસ્થાનકમાં છું? અથવા કેટલા ગુણસ્થાનકે પ્રાપ્ત કરી શકાય તેવી મારી હદ છે? કઈ ગતિ જાતિમાં અથવા કયા વેગ-ઉપાંગમાં કયા જીવને ચાર પ્રકારના ધ્યાનમાંથી કયું સ્થાન હોય? કે જીવ કયા કયા સ્થલે કેટલા કાળ સુધી ભમ્યા? અને કોણ જીવ આયુષ્ય પૂર્ણ કરીને કઈ ગતિમાં જાય છે? વિગેરે અનેકાનેક સુંદર વાતે આવા ગ્રન્થમાંથી મળી આવવાને અંગે અધ્યાત્મ દિશામાં પણ આગેકદમ માંડી શકાય છે. ગ્રન્થ સંકલન કરનાર મુનિવર્યશ્રી વિશાળવિજ્યજી મહારાજ આ પ્રસ્તુત ગ્રન્થની સંકલના એ મુનિવર્ય શ્રીમાન વિશાલવિજયજી મહારાજને સુંદર શાસ્ત્રભ્યાસ અને સતત પરિશ્રમનું ફલ છે. આગમાદિ ગ્રન્થના સતત પરિશીલન સિવાય આવા ગ્રન્થ લખવાની શક્તિ આવી શકે જ નહિં. ઉક્ત મુનિશ્રીને નિરંતર આગમાદિ ગ્રન્થોને અભ્યાસ એ જ આવા સુંદર શારરૂપે પરિણામ પામેલ છે. તેઓશ્રી શાસ્ત્રવિશારદ સુપ્રસિધ્ધ
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy