SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નાચાર્ય વિજ્યધર્મસૂરિમહારાજના પ્રશિષ્ય છે. અને શાન્તભૂતિ શ્રીમાન જયંતવિજયજી મહારાજના શિષ્ય છે. લગભગ ૩૪ વર્ષને તેમનો દીવ દીક્ષા પર્યાય છે, એ દરમ્યાન જ્ઞાનાભ્યાસકિયારુચિ-અટ્ટાઈ-અડ્રમ વિગેરે અનેક તપસ્યાઓ વિગેરે કપાસાધક યુગની સુંદર સાધના કરી છે અને અનેક ભવ્યાત્માઓને પણ એ માર્ગે જોડવા માટે સદુપદેશ આપી મુનિપણાની સાર્થકતા સાધી રહ્યા છે. સુભાષિત પદ્યરત્નાકર ભાગ ૧ થી ૫ વિગેરે વ્યાખ્યાને પગી ગ્રન્થની પણ તેઓએ સંકલના કરી સાક્ષર સમાજના ચરણે સાહિત્યને રસથાલ સમર્પણ કર્યો છે. હજુ પણ તેઓશ્રી વ–પરકલ્યાણ સાધનાની સત્રવૃત્તિમાં આગળ વધી આવા અનેક ગ્રન્થ અભ્યાસક વર્ગ માટે તૈયાર કરે એ જ આપણે ઈચ્છીએ છીએ પ્રસ્તાવના લખવાને સુપ્રસંગ પ્રાપ્ત થવાનો હેતુ. ગત વર્ષે (વિ. સં-૨૦૦૧) અમદાવાદ નાગજી ભૂધરની પાળના ઉપાશ્રયે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અખંડ પ્રૌઢપ્રભાવશાલી સૂરિસમ્રા પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે [વિ. સં. ૨૦૦૨ કા. વદિ ૨] મને ઉપાધ્યાય પદાર્પણ વિધિ થયા પછી મહાપ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા કરવાની ભાવના થઈ. પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાપૂર્વક બીજા છ સાધુઓ સાથે અમે અમદાવાદથી વિહાર કરી પૌષ દશમીના પવિત્ર દિવસે શ્રી શંખેશ્વરતીર્થ ધામની શીતલ છાયામાં પહોંચ્યા. એ મહાપ્રભાવક દિવ્ય મૂર્તિના દર્શન કરી અવર્ણનીય આહવાદ થયે. સાથેના સાધુની તબીયતના કારણે ૧૭ દિવસ સુધી શંખેશ્વરજીમાં રહેવાને પુન્યગ પ્રાપ્ત થતાં કઈ વખત નહિં થયેલ તપશ્ચર્યા સાથે પ્રભુભક્તિ વિગેરે દ્વારા અનુપમ આત્મિક આનંદ અનુભવે દરમ્યાન એક જ ઉપાશ્રયમાં બિરાજમાન શાનભૂતિ મુનિવર્યશ્રી જયંતવિજયજી મહારાજ, તપસ્વી મુનિવર્ય શ્રી વિશાલવિજયજી મહારાજના ગાઢ પરિચયમાં આવવાને લાભ મલ્યા, એ ઉભય મહાનુભાવોની પ્રભુશાસન પ્રતિ અપૂર્વ શ્રધ્ધા સુવિહિત શાસ્ત્રો ઉપર શુદ્ધ પ્રેમ અને તેના પરિશીલન માટેનો સતત પરિશ્રમ, વૃધ્ધાવસ્થા છતાં પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ સાધુ ક્રિયામાં અપ્રમત્તભાવ તથા તેમની તપશ્ચર્યા વિગેરે ગુણેથી મારે આત્મા વિશેષ તેઓ પ્રતિ ગુણાનુરાગી બન્યો. એ ગુણાનુરાગે જ મને આ ગ્રન્થની પ્રસ્તાવના લખવાને સુપ્રસંગ પ્રાપ્ત કરાવ્યા એ નિમિત્તે આવા એક ઉત્તમ ગ્રન્થનું અવેલેકન કરવાનું મને સદ્ભાગ્ય સાંપડયું અને મારી યથામતિ આ ગ્રન્થની પ્રરતાવના લખવાનું કાર્ય કર્યું. એ પ્રસંગે એ ઉભય મુનિવરેની ગુણાવલીનું સ્મરણ કરવા સિવાય મારે બીજું શું કરવાનું હોય? અંતિમ ભાવના મુનિશ્રીએ સંકલિત કરેલા આ અત્યુત્તમ ગ્રન્થનું ભવ્ય-સમાજ પઠન-પાઠન કરી આત્મકલ્યાણમાં પ્રગતિ સાધે એ અંતિમ ભાવના!!! વિ. સં. ૨૦૦૩ | પૌષ દશમી | ઉપાધ્યાય શ્રી ધર્મવિજય ધ્રાંગધ્રા ઉજમબાઈ જૈન ઉપાશ્રય
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy