SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ' પરાવર્તન છે ત્યાં તીર્થંકર ભગવતા યાવત્ શ્રુતધમ –ચારિત્રધર્મ વિગેરે ભાવા કાયમ નથી હોતા પરંતુ અમુક કાળમાં હોય છે. આ પરાવર્તન ધર્મવાળા કાળમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી જેવા વિભાગે છે, દરેક વિભાગમાં છ છ આરાએ હાય છે. તે આરાએ પૈકી અમુક મધ્યકાળમાં તીર્થંકર ભગવંતા યાવત્ ધર્મ જેવી વસ્તુના સદ્ભાવ છે. અતિ સુખમય અને અતિ દુઃખમય કાળમાં તીર્થંકર અને ધર્મ જેવી સુ ંદર વસ્તુએના અભાવ છે. ઉઢાહરણ તરીકે–વર્તમાન કાળનુ` નામ અવસર્પણી છે.જે કાળમાં આયુષ્ય, ખળભુધ્ધિ, ધન-ધાન્યાદિની ક્રમે ક્રમે હાનિ થાય તે કાળને અવસર્પિણી કહેવાય અને તેથી વિપરીત જે કાળમાં ધન-ધાન્ય, આયુષ્ય, બુદ્ધિ, ખળ વગેરે બાહ્ય સુખના સાધનેની વૃદ્ધિ થાય તેનું નામ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. અવસપણીમાં પહેલે આરા ચાર કાડાકોડી સાગરાપમ, બીજો આરો ત્રણુ કાડાકોડી સાગરોપમ, ત્રીજો આરે એ કાડાકીડી સાગરાપમ, ચેાથે આ એક કાડાકોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન, પંચમ આરે ૨૧૦૦૦ વ` અને છઠ્ઠો આરા પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણ હોય છે. કુલ દશ કાડાકેાડી સાગરોપમ પ્રમાણુ એક અવસર્પિણી છે. અને તેથી વિપરીત ક્રમે તેટલું જ પ્રમાણુ એક ઉત્સર્પિણીનું છે. વર્તમાન અવસર્પિણીના ત્રીજા આરના બે કોડાકોડી સાગરોપમમાંથી ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પક્ષ જ્યારે બાકી રહ્યા ત્યારે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવસ્વામીને ગર્ભાવતાર થયા. અનુક્રમે ૮૩ લાખ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહી એક લાખ પૂર્વ આયુષ્ય ખાકી રહ્યુ ત્યારે તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક હજાર વર્ષ પછી તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેએ યથાર્થ તીર્થંકર તરીકે ગણાયા, તેમજ તેમણે શ્રુતધ-ચારિત્રધમ ની વ્યવસ્થાનું નિરૂપણ કરી ચતુર્વિધ સંઘનુ સ્થાપન કર્યુ. આ અવસર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં જૈન ધર્મના ત્યારથી પ્રારભ ગણાયા. આજે પણ તે જૈનધમ આ ભરતક્ષેત્રમાં છે, અને હજી પાંચમકાળના લગભગ સાડાઅઢાર હજાર વર્ષ બાકી છે ત્યાંસુધી અવિચ્છિન્નપણે અમુકઅંશે પશુ એ શ્રુતધર્મ અને ચારિત્રધમ રહેવાને છે. અવસર્પિણીના છઠ્ઠા આરામાં ધર્મના સર્વથા અભાવ થશે. તે પ્રમાણે ઉત્સર્પિણીના પ્રથમ આરામાં પશુ ધર્મના સર્વથા અભાવ રહેશે. ઉત્સર્પિણીના ખીજા આરામાં જાતિસ્મરણાદિકથી ધર્મના અમુક અંશે પ્રારંભ થશે, પરંતુ તીર્થંકર ભગવંતનુ અસ્તિત્વ, મેાક્ષમાર્ગના પ્રારંભ વિગેરે તે ઉત્સર્પિણીના ત્રીજા આરાની શરૂઆતમાં ૮૯ પક્ષ પસાર થયા માદ આ ચેાવીશીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના સમાન આયુષ્યવાલા પ્રથમ તીર્થં કર થયા પછી જ થશે, અને તે અવસરે શરૂ થયેલા જૈનધર્મ પુનઃ તે ઉત્સર્પિણીના ચતુરાની શરૂઆતના અમુક સમય સુધી વિદ્યમાન રહેશે. ત્યારખાદ અતિશય સુખના સાધનામાં એ ધનું ક્રમેકમે વિલયપણું થવાનો પ્રસંગ આવશે. વિલય પામેલ એ જૈનધર્મના પુનઃ ઉપર જણાવ્યા પ્રમાણે અવસર્પિણીના ત્રોજા આરાના અંતિમ ભાગમાં ઉદય થશે. આ પ્રમાણે ઉદય-અસ્ત, ઉડ્ડય-અસ્તની પ્રણાલિકા અત્યાર સુધી ચાલી છે. અને હવે પછી પણ તે પ્રમાણે જ ચાલવાની છે. આ બધી વસ્તુ ખારીકાઈથી વિચારવામાં આવે તે “ જૈનદર્શન પાર્શ્વનાથ પ્રભુ અથવા મહાવીર પ્રભુના સમયથી શરૂ થયેલ છે, તે અગાઉ એ જૈનદર્શનના સર્વથા અભાવ હતા. ’’ એવા પ્રકારના અર્થવાળાં કથના કોઈપણ રીતે ઉચિત નથી, એ સત્ય વાત કાઇપણ સુનતે સમજાયા સિવાય નહિ જ રહે,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy