________________
મને વિજ્ઞાનસ્વરૂપ હેવાથી અભાવજ્ઞાનાત્મક અભાવરૂપપ્રમાણથી નાસ્તિ સર્વશ: “સર્વજ્ઞ નથી” એ અધિકૃતજ્ઞાનની ઉત્પત્તિ અસિદ્ધ જ છે.
(૫૪) વળી અભાવરૂપ પ્રમાણને “નતિ સર્વજ્ઞ ' એ અધિકૃત અભાવના પ્રત્યયરૂપે માનવામાં આવે તે નાત રેવદ્રત્ત: એ પણ પ્રવૃત્તિ દુર્વાર થશે. ભાવપદાર્થની જેમ અધિકૃતજ્ઞાનમાં અક્ષઈન્દ્રિયવ્યાપારને અભાવ હોવાથી તે જ્ઞાન ઇન્દ્રિયવ્યાપારજન્ય નથી. વળી તે જ્ઞાન અરૂપી છે. વિદ્યમાન પણ કેટલાક ભાવપદાર્થમાં ઇન્દ્રિયની અપ્રવૃત્તિ દેખાય છે તે અધિકૃત જ્ઞાન તે સુતરાં ઇંદ્રિય સંબંધરહિત હોવાથી તે ઈન્દ્રિયવ્યાપારજન્ય નથી જ.
શંકા-ચક્ષુઃ સંયુક્તવિશેષણતારૂપ સન્નિકર્ષથી જેમ “ઘરમાવવા મૂતમ્' ઈત્યાદિ સ્થાનમાં ઘટાભાવની પ્રતીતિ થાય છે, તેમ સર્વજ્ઞાભાવની પણ પ્રતીતિ થશે!
સમાધાન-અહીં તેવા પ્રકારના વિશેષણત્વ સન્નિકર્ષની અસિદ્ધિ છે.
(૫૫) તાદામ્ય અને તદુપપત્તિની અનુપત્તિ-અસિદ્ધિથી અને સર્વજ્ઞ અપ્રત્યક્ષ હોવાથી ત્યાં વિશેષણવિશેષ્યભાવ સંબંધની કલ્પના થાય તેમ નથી. ઘટ પ્રત્યક્ષ હોવાથી તેના અભાવને ભૂતલની સાથે વિશેષણવિશેષ્યભાવ સંબંધ સ્વીકારાય છે, પણ અહીં સર્વજ્ઞ તે પ્રત્યક્ષ ન હોવાથી તેને કેઈની પણ સાથે વિશેષણવિશેષ્યભાવ સંબંધ સાધી શકાય નહીં.
વસ્તુધર્મમાં એકાન્ત છત્વનો અભાવ હોવાથી અને સ્વસિદ્ધાન્તથી અવિરૂદ્ધ હોવાથી અતુચ્છસ્વરૂપ જે વસ્તુ તે સર્વપદ વ્યવહાર વિષય છે.