________________
1.
૧
નથી ગ્રહણ કરાતા, તે તે યુક્તિયુક્ત નથી. તદ્દનું ગ્રહણ કરનાર જે પ્રમાણુ તે તદ્દનું ગ્રહણ ન કરે એ વિરૂદ્ધ વસ્તુ છે. તગ્રહિક પ્રમાણથી તદ્દનું અવશ્ય ગ્રહણ થાય જ. અર્થાત સર્વજ્ઞ ગ્રાહણ પ્રમાણથી સર્વજ્ઞની ઉપલબ્ધિ-સિદ્ધિ થાય તે નિઃસંદેહ છે. ' (૧૮) જે કહેશે કે–અતવ્રાહક પ્રમાણથી સર્વજ્ઞ ગ્રહણ કરાતા નથી. તે આ તમારા વચનથી ઉલટી સર્વજ્ઞના અભાવની અસિદ્ધિ જ થાય છે. અર્થાત સર્વજ્ઞ છે એમ સાબિત થાય છે. જે વસ્તુને ગ્રાહક જ ન હોય તેનાથી તે વસ્તુનું ગ્રહણ ન થાય તેથી તે વસ્તુની અસત્તા નહીં પણ સત્તા જ સિદ્ધ થાય છે. જેમ ઘટાગ્રાહક–ઘટને ન ગ્રહણ કરનાર પ્રમાણથી ઘટનું ગ્રહણ-બાધ ન થવા છતાં પણ ઘટની વિદ્યમાનતા જ સિદ્ધ થાય છે. પટાદિગ્રાહક પ્રમાણ વડે ગ્રહણ ન કરાતા ઘટાદિ પદાર્થો નથી એમ નહીં, પરંતુ છે જ એ લોકમાં અનુભવ થાય છે.
(૧૯) જે તમે કહેશે કે-વટાદિગ્રાહક પ્રમાણ હેવાથી ઘટાદિની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. પણ સર્વજ્ઞગ્રાહક કેઈ પ્રમાણુ જ નથી તે કઈ રીતે સર્વજ્ઞની ઉપલબ્ધિ-પ્રતીતિ થઈ શકે !
(૨૦) તે અમે તમને પૂછીશું–શું તમને જ સર્વજ્ઞસાધક પ્રમાણને અભાવ છે કે સર્વપ્રમાતાઓને પણ અભાવ છે! જે તમારે જ સર્વજ્ઞગ્રાહક પ્રમાણને અભાવ છે. ત્યારે તે સિદ્ધ સાધન જ છે, અર્થાત તમારા મતે સર્વજ્ઞસાધક પ્રમાણ પ્રાપ્ત ન થાય તે નવાઈ જેવું નથી. કારણ કે એક તો તમારાથી સર્વજ્ઞ પક્ષ હોવાથી દૂગ્રાહક પ્રમાણને તમારે અભાવ છે, અને બીજું તમને પ્રવચનના અર્થને બોધ પણ નથી. સર્વજ્ઞ દેવે પ્રતિપાદન કરેલ આગમના અર્થને જાણનાર હોય તેમના