________________
- ૭૨
માનસ પ્રત્યક્ષ વિષય સર્વજ્ઞ થાય છે. પણ તમે તે જિનપ્રવચનના અર્થને જાણતા નથી તેથી તમારા મતે કઈ રીતે સર્વજ્ઞની ઉપલબ્ધિ-સિદ્ધિ થઈ શકે !
હવે જે સર્વપ્રમાતાઓના મતે સર્વગ્રાહક કેઈ પ્રમાણ નથી એમ માનવામાં આવે તો તે પણ ઉચિત નથી. સર્વ પ્રમાતાઓના મતે સર્વજ્ઞગ્રાહક પ્રમાણને અભાવ ત્યારે જ કહી શકાય જ્યારે સર્વપ્રમાતાઓના ચિત્ત પ્રત્યક્ષવિષય થાય, પણ સર્વપ્રમાતાઓના ચિત્તો તમને પ્રત્યક્ષ નથી માટે તેમના મતે સર્વજ્ઞગ્રાહક પ્રમાણને અભાવ છે એમ કહી શકાય નહીં. કદાચ સર્વપ્રમાતાઓના ચિત્તને પ્રત્યક્ષ સ્વીકારવામાં આવે તો પણ તમારે અભિમત સર્વજ્ઞાભાવનિશ્ચયની સિદ્ધિ નહીં થાય પણ અસિદ્ધિ થશે. કારણ કે સકલ સચેતનના અંતઃકરણને સાક્ષાત્કાર કરવા માટે અમ્મદાદિ છદ્મસ્થ પ્રાણ સમર્થ નથી. પણ તેને સાક્ષાત્કાર અતીન્દ્રિયાર્થદર્શી વિશિષ્ટ અનુભવને અનુભવતા મહાત્માપુરૂષ જ કરી શકે છે આવા જે પુરૂષ હાય તે જ સર્વજ્ઞ કહેવાય છે. આથી સર્વજ્ઞની સિદ્ધિ સ્પષ્ટ થાય છે. . (૨૧) શંકા-પૂર્વોક્ત પ્રકારથી સર્વાની સિદ્ધિ કરવામાં આવે છે તે જ રીતે પ્રતિષેધની અનુપત્તિથી પ્રધાન-પ્રકૃતિ વગેરે અમારા અભિમત તની પણ તમારે સત્તા દુર્નિવાર થશે. અને એમ જે થાય તે પહેલાં કહેલું સઘળું નિરર્થક થશે.
સમાધાન-પ્રધાન વગેરે તને પ્રતિષેધ દુર શક નથી, અર્થાત તેના પ્રતિધની સિદ્ધિ થઈ શકે તેમ છે. કારણ કે તેનું સ્વતઃ દર્શન થતું નથી તેમજ અતીન્દ્રિયદર્શી આપ્તપુરૂષએ તેનું પ્રતિપાદન કર્યું નથી. અને તે ચિત્તની ઉત્સુક્તાને પણ ઉત્પન્ન કરતા નથી.