________________
,
ગોચરાતિકાત્વ-ઉપમાન પ્રમાણુજન્ય પ્રત્યક્ષવિષયત્વાભાવ છે એમ કહી શકાય નહીં કારણ કે તેનો અસ્વીકાર છે, અર્થાત્ પ્રમાણભૂત ગણાતા પુરૂએ ગોમાં ઉપમાન ગેચરાતિકાન્તત્વને સ્વીકાર કર્યો નથી. એટલે કે ગવયમાં ગે સદશ્યજ્ઞાનથી શક્તિજ્ઞાન થાય છે એ સિદ્ધ કર્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સર્વજ્ઞ તથા તત્સદશને નહીં જેનાર મનુષ્યને પણ ઉપમાન પ્રમાણથી તત્સાત્ર્યિની પ્રતીતિ થાય છે તે સિદ્ધ કરવાથી સર્વજ્ઞમાં પૂર્વપક્ષીએ જણાવેલ ઉપમાન ગોચરાતિકાન્તત્વનું આપોઆપ ખંડન થઈ ગયું.
(૧૬) શંકા-તમારૂં પૂર્વોક્ત કથન ત્યારે જ સંગત થઈ શકે જ્યારે સર્વજ્ઞની ઉપલબ્ધિ કોઈને પણ થઈ હોય, પરંતુ તેની ઉપલબ્ધિ જ કેઈને થતી નથી તે સાદશ્યજ્ઞાન કેમ થઈ શકે? ઉપમાન તેનું થાય જેનું પ્રત્યક્ષ થતું હોય, પ્રત્યક્ષ વગર ઉપમાન થઈ શકે નહીં.
સમાધાન-વિકલ્પની અનુપત્તિ-અસિદ્ધિ થવાથી તમારું કથન યથાર્થ નથી, અમે તમને (પ્રતિપક્ષીને) એમ પૂછીએ છીએ કે-શું સર્વજ્ઞ પ્રમાણથી ગ્રહણ કરાતા નથી કે અપ્રમાણથી ! જે એમાં બીજો પક્ષ એટલે અપ્રમાણથી સર્વજ્ઞ ગ્રહણ થઈ શકતા નથી એ પક્ષ તમારે અભિમત છે તો એમાં કાંઈ નવાઈ જેવું નથી, એતે સિદ્ધસાધન જ થયું. અમે પણ અપ્રમાણથી સર્વજ્ઞની અસિદ્ધિ માનીએ જ છીએ.
(૧૭) જે તમે પ્રથમ પક્ષ એટલે પ્રમાણથી સર્વજ્ઞની સિદ્ધિ-ઉપલબ્ધિ થતી નથી એમ કહેશે તે અમે તમને પૂછીશું-શું તગ્રાહક પ્રમાણથી ઉપલબ્ધિ થતી નથી કે અતદુંબ્રાહક પ્રમાણથી! જે તમે કહેશે કે તમ્રાહક પ્રમાણુથી