________________
કે ' '
અને વેદવકતૃપણું ઉભય છે જ્યારે તમારા મતે અરિહંતમાં અહેતુકકાગમેપદેશકાલાવચછેદેન (અરિહંતપ્રભુ જે કાળમાં આગમને ઉપદેશ કરે છે તે કાળમાં) આગમ વકતૃપણું હોવા છતાં તદન્યાહેમુખાધીતત્વને અભાવ છે."
સમાધાન-તમે જેમ જાતિસ્મરણાતિશયવડે હિરણ્યગર્લાદિમાં વેદવકતૃપણું માને છે તેમ અમે પણ આગમપદેશકાલમાં કેવલજ્ઞાનરૂપ અતિશયથી અરિહંતમાં આગમવકતૃપણું માનીએ છીએ. અને અન્યકાલાવછેદેન તે અરિહંતમાં અન્યાગમવકતૃમુખાધીતપણું પણ રહે છે તેથી તમારી સામે સમાનતામાં કોઈ બાધ નથી.
જે તમે એમ કહેશે કે–અમારા હિરણ્યગર્ભાદિ વેદના વક્તા છે અને તમારા અરિહંત તે વેદના નહીં પણ આગમના વક્તા છે; આમ અમારી સાથે તમારે અસમાનતા પ્રાપ્ત થશે, તે તે પણ એગ્ય નથી. કારણ કે અરિહંતે પ્રતિપાદન કરેલ આગમમાં વેદભિન્ન પણું હોવા છતાં ન્યાયમાગતુલ્યતા ઉભયમાં એકસરખી હોવાથી વેદ અને આગમમાં સમાનતા નિર્બાધ છે.
શંકા-વેદ અને આગમ પરસ્પર ભિન્ન વસ્તુ છે તો આગામમાં વેદીય ન્યાયમાર્ગતુલ્યતા કેવી રીતે હોઈ શકે અને જો એ ન હોય તે ન્યાયમાગતુલ્યતારૂપ હેતુથી વેદ અને આગમને સમાન કઈ રીતે માની શકાય !
સમાધાન–જે તમે વેદભિન્ન આગમમાં વેદીય ન્યાયમાર્ગ, તુલ્યતાને અભાવ જણાવશે તે અમે પણ આગમભિન્ન વેદમાં આગમીય ન્યાયમાગતુલ્યતાને અભાવ કહીશું; તેથી ન્યાયમાર્ગ તુલ્યતાને સદ્ભાવ જેમ વેદમાં છે તેમ આગમમાં પણ છે જ એ તમારે સ્વીકારવું પડશે. નહીંતર તમારા મતે જેમ આગમ