________________
૬૨
સિવાય વેદનું શ્રવણ પ્રત્યક્ષ સંભવી શકતું નથી, અને તમે વેદને શ્રાવણપ્રત્યક્ષ વિષય માને છે તેથી તમારે અગત્યા– ન છુટકે વેદને પુરૂષવસ્તૃક માનવા જ પડશે.
વળી તમે કહેશે કે અમે વેદપલબ્ધિમાં પુરૂષવ્યાપારને નહીં પણ આનુપૂર્વીનિયતિભાવાદિને કારણુસ્વરૂપે સ્વીકારીએ છીએ. તા અમારે પણ તમારી સમાન જ છે. જેમ તમે બ્રહ્માદિને વેદના ઉત્પાદક રૂપે નહીં પણ આનુપૂર્વી વિશેષરૂપ વેદના વક્તા રૂપે માનેા છે તેમ અમે પણ શ્રી તીથંકરદેવને આગમના ઉત્પાદક રૂપે નહીં પણ આગમના વક્તા તરીકે માનીએ છીએ. આમ પુરૂષવક્તૃત્વરૂપ હેતુથી આગમનુ અપ્રામાણ્ય સિદ્ધ કરવાના તમારા પ્રયાસ નિરર્થક છે તે સિદ્ધ થયું.
કદાચ તમે એમ કહેશે કે જેનાગમ અદ્ર-તીથંકરભાષિત હાવાથી અમે તેને અપ્રમાણુ કહીએ છીએ. તેા તે તમારૂ કથન કાઈ રીતે માનવા ચેાગ્ય નથી.
જે વસ્તુ નિશ્ચિત અને અવિપરીત એટલે ચથા જ્ઞાનાપાદક હાય તેના પ્રમાણ તરીકે સ્વીકાર કરેલ છે. અને એથી આગમ પણ નિશ્ચિત અને યથાર્થ એધજનક હાવાથી નિઃશંકપણે પ્રમાણ રૂપ જ છે. જો આગમ અનિશ્ચિત અને વિપરીત– અયથા જ્ઞાનનું પ્રતિપાદન કરે તે જરૂર અપ્રમાણુ થાત પણ તેવા જ્ઞાનનું પ્રતિપાદન ન કરતા હાવાથી આગમ અપ્રમાણુ નથી જ. જો નિશ્ચિત અને અવિપરીતજ્ઞાનનું પ્રતિપાદન કરનારને પણ અપ્રમાણુરૂપ માનવામાં આવે તે જગતમાં કેઇ પણ વસ્તુ પ્રમાણભૂત રહે જ નહીં-અને શબ્દપ્રામાણ્યની પણું પ્રમાણાભાવથી અનુપપત્તિ-અસિદ્ધિ થાય.