________________
સમાધાન–અમે સર્વજ્ઞપુરૂષને આગમના કર્તારૂપે નહીં પણ આગમના વક્તા તરીકે માનીએ છીએ, તેથી તમે જે પુરૂષકતૃત્વ રૂપ હેતુ દ્વારા આગમવચનને અપ્રમાણ જણાવે છે તે યુક્તિસંગત નથી.
કારણ કે અસિદ્ધ હેતુથી અનુમાન સાધી શકાય નહીં. અમે આગમમાં પુરૂષકવને માનતા ન હોવાથી અમારા મતે તે હેતુ અસિદ્ધ છે. તેથી તેના દ્વારા આગમને અપ્રમાણ સિદ્ધ કરવાને તમારે પ્રયાસ નિરર્થક છે. વળી સર્વજ્ઞપુરૂષ આગમના કર્તા નથી પણ વક્તા છે આ વાત સ્વશાસ્ત્ર વિરૂદ્ધ પણ નથી, એટલે કે અમારૂં શાસ્ત્ર પણ સર્વજ્ઞને આગમન વક્તા તરીકે જ સિદ્ધ કરે છે. કારણ કે શ્રી તીર્થંકરદેવે સમવસરણમાં બિરાજી દેશના આપે છે ત્યારે પ્રારંભમાં “નમો તિર્થસ' (નાતીર્થય) એ વચનને ઉચ્ચારે છે પણ તેની રચના કરતા નથી.
શંકા–ભલે તમે પુરૂષવસ્તૃત્વ રૂપ હેતુ દ્વારા આગમમાં પુરૂષકત્વની અસિદ્ધિ કરી, પણ તેથી તમારે અભીષ્ટ આગામપ્રામાણ્યની સિદ્ધિ થઈ શકે તેમ નથી. જે પુરૂષવસ્તૃત્વરૂપ હેતુને પ્રામાણ્યની સિદ્ધિમાં તમે કારણભૂત ગણે છે તે જ હેતુ દ્વારા આગામ-અપ્રામાણ્યની સિદ્ધિ થાય છે.
સમાધાન–જે પુરુષવસ્તૃત્વરૂપહેતુનું આશ્રયણ કરી તમે આગમનું અપ્રામાણ્ય સિદ્ધ કરશે તે તતુલ્ય ન્યાયા–તેની જેમ જ વેદનું પણ અપ્રામાણ્ય પ્રાપ્ત થશે કારણ કે વેદમાં પણ પુરૂષવસ્તૃત્વરૂપ હેતુ સમાન છે.
કદાચ તમે કહેશે કે અમે વેદમાં પુરૂષવસ્તૃત્વ માનતા નથી તેથી અમને કોઈ દેષ લાગતો નથી તે આ તમારું વચન ન્યાયસંગત નથી. કારણ કે પુરૂષનિષ્ઠ ઉચ્ચારણરૂપ વ્યાપાર