________________
છે પ્રકરણ ત્રીજું
આમ પૂર્વપક્ષીએ સર્વજ્ઞમાં જણાવેલ પ્રત્યક્ષચરાતિકાન્તત્વ તથા અનુમાનગોચરાતિકાન્તત્વનું ખંડન કરી સર્વજ્ઞ પ્રત્યક્ષ વિષય છે તથા અનુમાનગમ્ય છે એ સિદ્ધ કર્યું. હવે ગ્રન્થકાર સૂરિદેવ સર્વજ્ઞમાં આગમચરાતિકાન્તત્વનું પણ ખંડન કરતાં પૂર્વપક્ષીને જણાવે છે–તમે જે સર્વજ્ઞમાં આગમગોચરાતિકાન્તપણું–આગમપ્રમાણુવિષયત્વાભાવ કહે છે તે તમારૂં વચન અસિદ્ધ છે. કારણ કે વર્ષના તાનાદ્રિ કર્તવ્ય' સ્વર્ગાથી અને કેવલાથીએ તપ અને ધ્યાનાદિ કરવું જોઈએ, અર્થાત્ તપ અને ધ્યાનાદિ અનુષ્ઠાનને આચરનાર સ્વર્ગ અને કેવળજ્ઞાનને મેળવે છે. આ આગમ વચનથી સ્વગી તથા કેવલીની સત્તા સિદ્ધ થાય છે તેમાં જે કેવલી થાય છે તેને જ અમે સર્વજ્ઞા કહીએ છીએ. આ રીતે આગમ પ્રમાણથી સર્વજ્ઞની સિદ્ધિ સ્પષ્ટ છે.
પુનઃ પ્રતિપક્ષી શંકા કરતાં કહે છે –
તમે ભલે આગમ પ્રમાણથી કેવલી–સર્વાની સિદ્ધિ કરી પણ જે વચન દ્વારા તમે સર્વજ્ઞને સાધો છે તે આગમવચન જ અમારે અપ્રમાણ છે, કારણ કે તે પુરૂષકર્તક છે. આગમવચનને અપ્રમાણ સાબિત કરનાર અનુમાન પ્રકાર આ પ્રમાણે છે. आगमवचनम् अप्रमाणम् पुरुषकतृकत्वात् , यत्पुरुषकर्तृक तदप्रमाणं रथ्यापुरुषवाक्यवत् .
આ અનુમાનથી આગમવચનની અપ્રામાણિકતા સદ્ધ થાય છે!