________________
૫e
શત્યાભાવનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોવાથી તે પ્રત્યક્ષ વિરોધી કહેવાય છે, તેનાથી અનુમિતિ થતી નથી. ઉક્ત અનુમાનમાં એવો કઈ પ્રત્યક્ષ વિરોધ થતું નથી.
વળી ગૌણસ્વરૂપ હતુ અસિદ્ધ નથી. કારણ કે વાદી અને પ્રતિવાદી ઉભય દ્વારા પક્ષ અને દષ્ટાન્તમાં ગૌણસ્વરૂપ હેતુ સિદ્ધ છે.
સાધ્યાભાવાધિકરણમાં હેતુની સત્તા નહીં હોવાથી અનેકાન્તિક દેાષ પણ નથી.
સાધ્ય અને સાધન ઉભય એક અધિકરણમાં પ્રતીયમાન હોવાથી વિરૂદ્ધ દેષને પણ અભાવ છે.
સાધમ્મદષ્ટાન્ત સાધન ધર્માદિથી અસિદ્ધ નથી કારણ કે સાધ્ય ધર્મ અને સાધન ધર્મ બન્નેની પ્રસિદ્ધિ છે. વિપક્ષમાં સાધનની સત્તા નથી. કારણ કે ચૈત્રમાં ચૈત્ર વ્યવહાર થવાથી વિપક્ષમાં સાધ્ય અને સાધન બનેની નિવૃત્તિ થાય છે.
એ પ્રમાણે “સર્વાસિદ્ધિ' ગ્રન્થમાં “અનુમાનપ્રમાણાતિકાન્તત્વરૂપ સર્વજ્ઞત્વપ્રતિષેધ પૂર્વપક્ષખંડન નામનું બીજું પ્રકરણ પૂર્ણ થયું.