________________
પ૦
- પુનઃ પૂર્વપક્ષી “ફન્નિશમનોનિમિત્તવિજ્ઞાનમ્ ૩ પ્રત્યક્ષ” એ પ્રતિજ્ઞાવાકયમાં જ શંકા કરે છે કે-ઈન્દ્રિયમને નિમિત્તવિજ્ઞાનવડે સાક્ષાત્ અર્થને પરિચ્છેદ–બંધ થાય છે તે તેને તમે અસાક્ષાત્ અને અસંપૂર્ણ વસ્તુપરિચછેદાત્મક શાથી કહે છે? ( સમાધાન-તમારી વાત બરાબર નથી, કારણ કે ઈન્દ્રિયમને નિમિત્તજ્ઞાનથી જે અર્થ પ્રતિપત્તિ થાય છે તેમાં ઇન્દ્રિયોનું વ્યવધાનપણું હોવાથી તેને પ્રત્યક્ષ કહી શકાય નહીં. અને આમ સાક્ષાત્ અર્થ પરિચ્છેદનો અભાવ હોવાથી પ્રત્યક્ષત્વને પણ અભાવ છે.
પુન: પ્રતિપક્ષી કહે છે ઈન્દ્રિયેથી જ્ઞાનથી ઉત્પત્તિ થાય છે પરંતુ જ્ઞાનપરિછેદ તે સાક્ષાત થાય છે માટે તે પ્રત્યક્ષ જ છે.
સમાધાન-તમારી આ ઉક્તિ પણ ઉચિત નથી. જ્ઞાનોત્પત્તિ સિવાય અર્થ પરિસ્થિતિની અસિદ્ધિ છે માટે તે અપ્રત્યક્ષ જ છે; કારણ કે પ્રથમ અસાક્ષાત્ પરિચ્છેદસ્વભાવની ઉત્પત્તિ થાય અને પછી તે સાક્ષાત્ પરિચ્છેદસ્વભાવપણાને પ્રાપ્ત કરે તે વિરૂદ્ધ વાત છે. જે વસ્તુ જેવા સ્વભાવવાળી ઉત્પન્ન થાય છે તે તેવા સ્વભાવવાળી જ પાછળથી દેખાય છે માટે જે અહીં ઈન્દ્રિ દ્વારા અસાક્ષાત્ પરિચ્છેદસ્વભાવવાળા જ્ઞાનની ઉત્પત્તિ થાય તે પછી તે સાક્ષાત્ પરિચ્છેદવાળું ન બની શકે. વળી ઈન્દ્રિયમનેનિમિત્તવિજ્ઞાનવડે સર્વ–અવયવથી યુક્ત એવા પદાર્થને બંધ પણ થતું નથી. જેમ કે નીલાદિગુણ વિશિષ્ટ ઘટના પ્રત્યક્ષથી સંપૂર્ણ સર્વાવયવથી યુક્ત ઘટનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. અર્થાત્ તારતમ્ય-ન્યાવૃત્તિ વગેરેની પ્રતીતિ થતી નથી. જેમ નરસિંહમાં સિંહનું જ્ઞાન સંપૂર્ણ વસ્તુબોધાત્મક નથી પણ વસ્તુના એકદેશબેધાત્મક છે. તેવી રીતે ઘટના અમુક અવયવનું જ્ઞાન થવા માત્રથી તે જ્ઞાન સંપૂર્ણ વસ્તુપરિચ્છેદોત્મક કહી શકાય