________________
અનેકાતિક–વ્યભિચારેષથી દુષ્ટ હોવાથી અપ્રમાણ છે. સાધ્યાભાવાધિકરણનિરૂપિત વૃત્તિત્વને વ્યભિચાર દોષ કહેવામાં આવે છે. જેમ “ સરચાત્ ” આ અનુમાનમાં સત્વરૂપ હેતુ વ્યભિચારી છે. કારણ કે દ્રવ્યત્વ રૂપ સાધ્યના અભાવનું અધિકરણ જે ગુણકમ તત્રિરૂપિત વૃત્તિતા સત્વ રૂપ હેતુ ઉપર છે. તે પ્રમાણે અહીં પણ અપ્રત્યક્ષત્વ રૂપ સાધ્યને અભાવ જે પ્રત્યક્ષત્વ તદધિકરણ જે અમ્મદીય પ્રત્યક્ષ તત્રિરૂપિત વૃત્તિતા ગ્રાહ્યગ્રહીતૃવ્યતિરિક્તનિમિત્તસ્થાપિત પ્રત્યયત્વ રૂપ હેતુ ઉપર છે. તેથી પ્રકૃત હેતુ વ્યભિચારી છે. અને વ્યભિચારી જે હેતુ તેનાથી વસ્તુની સિદ્ધિ થતી નથી. - આ શંકાનું સમાધાન કરતાં સિદ્ધાન્તી કહે છે–અહીં અનેકાન્તિક નામને દેષ નથી, કારણ કે પૂર્વે કહેલા કેવળજ્ઞાન રૂપી વિપક્ષમાં ગ્રાહ્યગ્રહીતૃવ્યતિરિક્તનિમિત્તોથાપિત પ્રત્યયસ્વરૂપ હેતુની સત્તા નથી, વિપક્ષમાં જે હેતુની સત્તા હોય તે જ વ્યભિચારી દેષ થઈ શકે. તે કેવળજ્ઞાનમાં તથાવિધ સર્વજ્ઞ પુરૂષરૂપે અર્થ અને વિષય ઉભય નિમિત્તભૂત છે. તે (કેવળ) જ્ઞાન ઇન્દ્રિયાદિની અપેક્ષા સિવાય ઉત્પન્ન થાય છે. અને તે ચાર ઘાતિ કર્મને અપાવનાર તીર્થકર વગેરે સર્વજ્ઞ પુરૂને જ હોય છે. જેને તેને આ જ્ઞાન હોતું નથી. તે - (પ. વળી ઉક્ત અનુમાનઘટક હેતુમાં સાધ્યાભાવવ્યાખ્યત્વરૂપ વિરોધ નામના દેષનો અભાવ હોવાથી હેતુ વિરૂદ્ધ નથી. જેમ “ અર્થે નૌ: અશ્વઘાત ” આ અનુમાનમાં ગેસ્વાભાવરૂપ સાધ્યભાવવ્યાપણું અધત્વરૂપ હેતુમાં હોવાથી અશ્વત્વ હેતુ વિરૂદ્ધ છે. અને તેનાથી અનુમાન સાધી શકાતું નથી. પણ આ અનુમાનમાં તે હેતુ વિપક્ષમાત્રવૃત્તિ નથી તેથી વિરોધ્ર દેષ લાગતો નથી.