________________
૨૭
પન્યાસપ્રવર શ્રી રધરવિજયજી મહારાજે લખી આપવા કૃપા કરી છે. તેઓના સતામુખી પાંડિત્યની પ્રતીતિ તેઓએ રચેલા ન્યાય—વ્યાકરણ–સાહિત્ય-દર્શન અને જ્યાતિષ વિષયક સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી ગદ્ય પદ્યમય અનેક ગ્રન્થરત્ના કરાવે છે. સઘળા નાનું તેઓએ તલસ્પર્શી અધ્યયન કરેલ છે, તેઓની કસાયેલી કલમે જૈન સાહિત્યને સુસમૃદ્ધ બનાવ્યુ` છે, કાઈ પણ વિષયને સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવાની તેમાં અનેાખી શક્તિ છે. તેનું વારંવારનુ` માગદશન અમેાને આ કાર્યમાં ઘણુ જ ઉપયાગી નીવડ્યું છે.
અમારી આ સભાનુ એ પરમ સૌભાગ્ય છે કે આવા સુંદર ગ્રન્થાનું પ્રકાશન કરવાના લાભ મળે છે. આ પ્રકાશનમાં અમને અનેક મહાપુરુષાની પૂર્ણ સહાય મળી છે, તે સવના અમે ઉપકૃત છીએ. પુસ્તકને સર્વાંગ સુંદર છાપવા બદલ સાધના મુદ્રાલયના માલીક શાહ ગીરધરલાલ ફૂલચંદભાઈના પણ આભાર માનીએ છીએ. અન્ય પણ ભાગ્યવતાએ અમને જે મદદ કરી છે તે સના આભાર માનવા સાથે આ ગ્રન્થના પર્ડન પાઠેનમાં વિશેષ સહાય કરીને અમારા પ્રયાસને સાર્થક અનાવવા અમે સવને વિનવીએ છીએ.
-પ્રકાશક