________________
૨૦
થાય તે સંભવિત છે. વર્તમાનમાં તે ૧૪૪૪ ગ્રન્થના કર્તા તરીકેની જ પ્રસિદ્ધિ છે. આવા વિપુલ સંખ્યક ગ્રન્થ રાશિનું નિર્માણ કરી આ સૂરીશ્વરજીએ જૈન શાસન અને સાહિત્યની ઉજજવલ સેવા બજાવી છે. તેઓએ અનુપમ શલિથી રચેલ એકેક ગ્રન્થ પણ તેઓની અને ખી ગ્રન્થરચનાશક્તિનો પરિચય કરાવવા માટે પર્યાપ્ત છે. શિષ્ય યુગલના વિરહથી સંતપ્ત અને ભવવિરહને ઝંખતા આ સૂરીશ્વરજીએ સ્વનિર્મિત સર્વ કૃતિની પ્રશસ્તિમાં પ્રાયઃ વિરહ શબ્દની સુંદર ભેજના કરી છે. તેથી તેઓ “મવવિહારા' તરીકે પણ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધ થયા છે.
અત્યંત દુઃખ અને દુર્ભાગ્યની વાત છે કે આટલા વિપુલ સંખ્યક ગ્રન્થરતનું નિર્માણ કર્યું હોવા છતાં આપણા હાથમાં હાલ તેઓના ૭૫ થી ૮૦ ગ્રન્થરને જ ઉપલબ્ધ થાય છે. છતાં જે મળે છે તે અપૂર્વ અર્થ ગાંભીર્યવાળા અને ગહન ચિંતનથી ભરપૂર છે. કેવળ જેન જ નહીં પણ જેનેતર દશનકારે પણ આ પરમાગી મહર્ષિના વચનને પ્રામાણિક્ષ્મણે માનવા તૈયાર થાય છે. આ રીતે અનુપમ શાસ્ત્રસજનની સાથે તેઓએ પરમ પવિત્ર શ્રી મડાનિશીથસૂત્રનો ઉદ્ધાર પણ કર્યો હતો.
આવા અપ્રતિમ પ્રતિભાશાળી સૂરીશ્વરજીનાં સકળદર્શન વિષયક સચોટ જ્ઞાન, અતુલ શાસ્ત્રસજન કૌશલ અને અનન્ય જિનમત શ્રદ્ધાન વગેરે ગુણગણથી આકર્ષાયેલા અનેક વિદ્વાન આચાર્યદેવ જેવા કે આ. શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી મ. આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ., આ. શ્રી જિનદત્ત સુરીશ્વરજી મ, આ. શ્રી વાદિદેવસૂરિજી મ., આ. શ્રી મલયગિરિસૂરિજી મ , અને ઉપા. શ્રી યશોવિજયજી ગણિ વગેરે એ સ્વસ્વરચિત પ્રન્થમાં તેઓની વિદ્વત્તા અને શ્રાપસનાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરેલ છે. આ બધા વિદ્વાનોએ તેઓના વિશાળ જ્ઞાન આગળ પિતાના અલ્પ જ્ઞાનને સિધુ આગળ બિન્દુ સમ લખ્યું છે.