________________
૧૯ તેમ પ્રગટ થતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યાં. અને બધુ “સહસ
ધ” હતા. માર્ગમાં બૌદ્ધ રાજાના સૈન્યની સાથે યુદ્ધ કરતાં બને પંચત્વ પામ્યા. પિતાના બન્ને પ્રિય શિષ્ય બૌદ્ધો દ્વારા કાળધર્મ પામ્યાના સમાચાર જાણે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મને અપાર દુઃખ થયું. બૌદ્ધો ઉપર ઘણા ક્રોધ ચડ્યો. તે વેર બદલે લેવા કૃતનિશ્ચયી બન્યા. તેમના ગુરુ મહારાજને આની ખબર પડતાં તેઓએ બે મુનિવરની સાથે “મુળસેળ માતા” ઈત્યાદિ ગાથા મેક્લી. ગાથા વાંચતાં તેઓના ક્રોધની શાન્તિ થઈ. પિતાને થઈ ગયેલા આવેશ માટે મનમાં ઘણે પશ્ચાત્તાપ થયે. તેનું પ્રાયશ્ચિત્ત કરવા તેઓ ગ્રન્થ સજનમાં પ્રવૃત્ત થયા. ગુરુમહારાજે મેકલેલ Tળસેળ ઈત્યાદિ ગાથા ઉપર સંવેગ વૈરાગ્ય રસ નિધાન સમી “તમારૂ હીં પ્રાકૃત ભાષામય બનાવી.
અગાધ હતું તેનું શાસ્ત્રજ્ઞાન અને અનુપમ કર્યું તેઓએ શાસ્ત્રસજન.
અનેકાન્ત જયપતાકા, અષ્ટક પ્રકરણ, દિનશુદ્ધિ, ધર્મબિન્દુ, ધર્મસંગ્રહણ, ન્યાયવિનિશ્ચય, પંચાશક, ગદષ્ટિ સમુચ્ચય, વિશતિવિંશિકા, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, ષદર્શન સમુચ્ચય, ષોડશક વગેરે અનેક ઉચ્ચતમ ગ્રન્થ તથા અનુયાગદ્વાર, આવશ્યકસૂત્ર, એઘનિર્યુક્તિ, દશવૈકાલિક સૂત્ર, નન્દસૂત્ર, જીવાભિગમસૂત્ર, ચિત્યવંદનસૂત્ર (લલિતવિસ્તરા) વગેરે અનેક આગમ પ્રત્યે ઉપર તેઓએ ઘણું જ સુંદર વૃત્તિની રચના કરી છે.
આ રીતે તેઓએ ચૌદસે ચુમ્માલિશ પ્રકરણ–પ્રન્થ બનાવ્યા છે. કેટલાંક વિદ્વાનો ચૌદસે તથા કેટલાંક ચૌદસે ચાલીસ ગ્રન્થ બનાવ્યા હોવાનું જણાવે છે. પણ ચૌદસ સુધી તે સર્વે સંમત છે જ. તેથી વિશાળ પ્રત્યેની અપેક્ષાએ ચૌદસે તથા લઘુકાય ગ્રન્થોને પણ સામેલ કરતાં ચાલિસ કે ચુમ્માલિસની સંખ્યા