________________
સમર્થ ટીકાકાર આ. શ્રી મલયગિરિસૂરિ મહારાજે તો ધર્મસંગ્રહણીની ટીકાને પ્રારંભ કરતાં પિતાની લઘુતા બતાવતાં ત્યાં સુધી કહ્યું છે કે
हारिभद्रं वचः क्वेद-मतिगंभीरपेशलम् ।
વચાહું નથી, વરાશાશ્વતઝમ: II શ્રી હરિભદ્રાચાર્ય મહારાજનું અતિ ગંભીર અને સુંદર વચન ક્યાં! અને શાસ્ત્રમાં અલ્પ પરિશ્રમ કરનાર જડબુદ્ધિવાળે હું ક્યાં!
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા”ના કર્તા શ્રી સિદ્ધર્ષિ મહારાજને પણ આ સૂરીશ્વરજીએ “લલિતવિસ્તરા” નામની ચૈત્યવન્દન સૂત્રની વૃત્તિ બનાવી જૈન દર્શનમાં દઢશ્રદ્ધાવાળા બનાવ્યા હતા. એકવીશ વાર વાદમાં જિત્યા પછી બાવીશમી વખત વાદ કરવા આવેલા સિદ્ધષિને આ સૂરિદેવે લલિત વિસ્તરાથી જિત્યા હતા.
ચિત્યવાસીઓની સાથે પણ તેઓએ ઘણીવાર શાસ્ત્રાર્થ કરી તેઓને હરાવ્યા હતા અને તેઓના શિથિલાચાર સામે જબરજસ્ત ઝુંબેશ ઉપાડી તેઓને નામશેષ કરી મૂક્યા હતા.
આવા શાસનની મહાન પ્રભાવના કરનાર સમર્થ સૂરિદેવના જીવન પ્રસંગનું યત્ કિંચિત વર્ણન કરવા બે હાથ પ્રસારીને સાગરની વિશાળતા જણાવતા બાળકની જેમ આ અ૫ પ્રયાસ કર્યો છે. બાકી તે ક્યાં તેઓનું અદ્ભુત ચરિત્ર અને ક્યાં આ અલ્પતર બુદ્ધિ. “ મુક્ત વરિત તેષાં, એ.વરતા મતિઃ |
વંદન હો કેટિશ: શ્રી સૂરિદેવના પ્રવર પુણ્યાત્માને વડવા જૈન ઉપાશ્રય
મુનિ હેમચન્દ્રવિજય સં. ૨૦૨૦ જ્ઞાનપંચમી ભાવનગર
(વ્યાકરણાચાર્ય )