________________
સન્માગ મળે અને સદ્ધર્મ સાંપડ્યો તેની સ્મૃતિ પિતે રચેલા સઘળા ગ્રન્થમાં “ચાકિનીમદત્તર ધર્મસૂનુ' તરીકે કરેલ છે. જ્યારથી શુદ્ધ ધર્મ લાયે ત્યારથી જ પિતાને ખરે જન્મ માનતાં આ મહાપુરૂષે યાકિની સાધ્વીજીને માતા તરીકે સ્વીકારેલ છે. આમ એક જન્મદાત્રી જનની અને બીજી જેમના સંયોગથી પિતાને ધર્મબીજની પ્રાપ્તિ થઈ તે ધર્મમાતા એમ બે માતાને માની પિતાને “બ્રિગ' એવા નામને સાર્થક કર્યું.
સૂક્ષ્મબુદ્ધિથી અલ્પ જ સમયમાં તેઓ જેનાગમના પરમશાતા બન્યા. સર્વ રીતે સુગ્ય જાણી ગુરુ મહારાજે સૂરિપદે પ્રતિષ્ઠિત કર્યા. તેઓએ આવશ્યકની શિષ્યહિતા ટીકાની પ્રશસ્તિમાં આચાર્ય શ્રી જિનભસૂરિ નિગદાનુસારી તથા આચાર્ય શ્રી જિનદત્તસૂરિ શિષ્ય તરીકે પિતાને નિર્દેશ કર્યો છે. વળી કેટલાંક સ્થાનમાં આચાર્ય જિનભસૂરિના શિષ્ય તરીકે પણ નિદેશ મળે છે. આ ઉભય નિદેશ યુક્તિ સંગત છે. કારણ કે આજ્ઞાકારીમાં પણ ગુરુત્વને વ્યવહાર પ્રસિદ્ધ છે. કેઈક સ્થાનમાં આચાર્ય જિનભદ્રસૂરિના શિષ્ય તરીકે ઉલ્લેખ કરેલ છે પણ તેને ખાસ પ્રમાણ મળતું નથી. ભટના સ્થાનમાં લેખક પ્રમાદથી ભદ્ર થયું હોવાનું સંભવે છે.
તેઓએ રચેલ વિશાળ ગ્રન્થરાશિ જતાં તેમણે પ્રથમ વયમાં જ સંયમને સ્વીકાર કર્યો હોવો જોઈએ.
તેમનાં બે ભાણેજ હંસ અને પરમહંસ તેમની પાસે સંયમી થયા હતા. તેઓ બન્નેએ શાસ્ત્રોને અભ્યાસ કર્યો. પણ પ્રમાણુશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરવા બૌદ્ધોની પાસે જવા ગુરુ મહારાજ પાસે અનુમતિ માંગી. આર્ષદ્રષ્ટા સૂરીશ્વરજીએ ત્યાં જવાની ના પાડી. તેમ છતાં તેઓ બને ત્યાં અભ્યાસાથે ગયા. ગુપ્તવેષે અભ્યાસ કર્યો. અમુક નિમિત્તથી આ જેન છે