________________
૧૦૫
(૬૨) સમા–અનાદિકાલિક ભવ્ય ભાવનાવાળા જીવને તથા ભવ્યત્વ(પરિપાક)થી સુકમના સંગથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે વૈરાગ્ય સર્વદા થતું નથી.
(૬૩) સર્વજ્ઞ પણ અનેકાન્તવાદમાં છે તે પણ ન્યાયપેત સિદ્ધ થાય છે. તે કારણથી બુદ્ધિવિષયીભૂત સર્વજ્ઞ પણ એકાન્ત સુન્દર નથી.
(૬૪) જે સ્વગત–સ્વીયસર્વજ્ઞત્વ વડે સર્વજ્ઞ વર્તમાન છે તે પરગત-અન્યજનવતી સર્વજ્ઞત્વ વડે સર્વજ્ઞ ઉત્પન્ન થતા નથી, અર્થાત પરગત સર્વજ્ઞત્વ વડે તે સર્વજ્ઞ સિદ્ધ થતા નથી.
(૬૫) પરગત સર્વજ્ઞત્વ વડે પણ સર્વજ્ઞની સત્તા સ્વીકારાય તે ભિન્નઘટાદિવસ્તુગતવર્તનાત્વ-ઘટત્વાદિ ધર્મ વિશેષ વડે તે સર્વજ્ઞ પણ અન્ય ઘટપટાદિની જેમ સર્વજ્ઞભિન્ન થઈ જાય. માટે અનેકાન્તવાદના સ્વીકારથી જ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. વળી એકાન્તવાદને સ્વીકારવામાં બધેક્ષની વ્યવસ્થા પણ ઘટી શકે નહીં તેથી “અનેકાન્તવાર” અવશ્ય સ્વીકાર્ય છે.
(૬૬) જેમ અનેકાન્તવાદના બલથી અન્ય ઘટપટ વગેરે સમસ્ત પદાર્થોની સ્વ-સ્વસત્તા સિદ્ધ થાય છે, તેમ અનેકાન્તવાદના બલથી જ સર્વજ્ઞની પણ સ્વસત્તા સિદ્ધ થાય છે તેથી સર્વજ્ઞ સર્વ રીતે અત્યન્ત મનહર કેમ નથી ! તેનો વિચાર કરો.
(૬૭) આ રીતે સર્વજ્ઞ સાધક વિવિધ યુક્તિના નિરૂપણ વડે ભૂત-ભવિષ્ય અને વર્તમાન એ કાત્રિયવતી સમસ્તપદાર્થ વિષયક અબાધિત જ્ઞાનવાનું સર્વજ્ઞ છે એ સિદ્ધ થયું. અને સર્વજ્ઞપ્રતિપાદિત વાક્યથી શ્રી તીર્થંકરદેવ એ જ સર્વજ્ઞ છે એ પણ સિદ્ધ થયું. આ નિશ્ચય થવાથી અમે નિષ્પન્ન પ્રજનવાળા થયા. હવે પ્રસંગથી સયું.
(૬૮) હવે ગ્રન્થકાર મહાત્મા ગ્રન્થના અંતે શિષ્ટ પરંપરા પ્રાપ્ત મંગલનું આચરણ કરે છે. ત્રણે ભુવનમાં સારરૂપ અને