________________
૧૦૬
સર્વજ્ઞરૂપી રત્ન વિષે જામેલ મેહ (અજ્ઞાન)રૂપી મળને દૂર કરવાનાં કારણે છે જેમાં એવા આ પ્રકરણને કરીને જે મેં પુણ્ય ઉપાર્જન કર્યું તે માત્સર્યજનિત દુઃખને વિધ્વંસ કરનાર પુણ્ય વડે સકલ ભવ્યાત્માઓને ગુણાનુરાગ પ્રાપ્ત થાઓ.
આ રીતે સુવિહિતાગ્રણી સુગૃહીતનામધેય પરમદાર્શનિક પૂ. આચાર્ય પુરન્દર શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચેલ
સર્વસિદ્ધિ' ગ્રન્થનો ભાવાનુવાદ શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ અમારા પ્રગુરુવર્ય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યામૃતસૂરીશ્વરજી મહારાજે રચેલ “સર્વહિતા નામની વૃત્તિના આધારે યથામતિ લખેલ છે. એ મહાપુરૂષના આશયને સમજવા-ફુટ કરવા શક્ય પ્રયત્ન કર્યો છે. કેઈક સ્થાનમાં બરાબર ભાવાર્થ ન સમજાતાં કેવળ શબ્દાર્થ આપેલ છે. આમ છતાં આ ગૂઢ વિષયનું નિરૂપણ કરવામાં છસ્થત્વસુલભપ્રમાદવશ જે સ્કૂલના રહી ગઈ હોય તે માટે “મિથાદુષ્કૃત” દેવા પૂર્વક વિદ્વાન વાચકવર્ગ દેશનું પ્રમાજન કરવા સાથે ક્ષીરનીરન્યાયે એને ઉપયોગ કરી સર્વપ્રભુના શુદ્ધ દર્શનને પ્રાપ્ત કરે એ અભિલાષા સહ વિરમું છું.
છે આ પ્રમાણે શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય છે છે મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ?
શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી છે
મહારાજના શિષ્યરત્ન વિદ્વદ્વર્ય પંન્યાસપ્રવર શ્રી દેવછે વિજયજી ગણિવર ચરણારવિન્દચંચરીક મુનિ હેમચંદ્રછે વિજયજીએ કરેલ “સર્વજ્ઞસિદ્ધિ' ગ્રન્થને ભાવાનુવાદ પૂરો થયો.
- પ્ર. શૈ. સુ. ૧૫-કદમ્બગિરિ છે
जयउ सव्वण्णु सासणम्