________________
- ૧૦૪ (૫૪) કેવળ અચેતન-ચૈતન્યવિરહિત પ્રધાનાદિને બંધ વગેરે યુક્તિસંગત નથી. અચેતન જે પ્રધાન તેને બંધ અને મુક્તિની પ્રતીતિને અભાવ છે. અને એકત્વનિત્યસ્વાદિ પ્રતીતિને પણ સર્વથા અભાવ છે.
(૫૫) સંતતિ–પરંપરાની અપેક્ષાએ નિરન્વય અને વિનાશવાળા પદાર્થોમાં વિધમ્યથી એકવ-નિયત્વ આદિને અભાવ હોવાથી એકાન્તપક્ષ સ્વીકારવાથી બધેક્ષાદિ યુક્તિસંગત થતા નથી.
(૫૬) આ સર્વ નિરૂપણ અન્ય ગ્રન્થમાં વિસ્તારપૂર્વક જણાવેલ હોવાથી અહીં તેને વિસ્તાર કરેલો નથી પણ સંક્ષેપથી તે સર્વનિરૂપણ કર્યું જ છે.
(૫૭) એટલે સ્યાદ્વાદનીતિથી–અનેકાતવાદના અનુસરણથી જ પરિણામવાન-જ્ઞાનવાનું અને ભિન્નભિન્ન સ્વભાવવાળા જીવમાં બધેક્ષાદિ સર્વવિધ વ્યવસ્થા સિદ્ધ થાય છે.
(૫૮) મિથ્યાત્વાદિથી યુક્ત એવો જે જીવ કર્મથી બંધાય છે તે જ સમ્યકત્વાદિથી યુક્ત થયે છતે કર્મથી મુકાય છે.
(૫૯) “હું કર્મથી બંધાયેલ છું” એવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યને પરિણામથી કર્મક્ષયને માટે કદાચિત સંયમતપ આદિ પ્રવૃત્તિ ચેતનને ઉપપન્ન થાય છે.
(૬૦) કર્મબન્ધરૂપી દવ-જંગલને બાળવામાં અગ્નિ સમાન તપ-સંયમના માં પ્રવૃત્ત કરવાથી કર્મબન્ધના ક્ષયથી શુદ્ધિ અર્થાત્ વાસ્તવિક રીતે મુક્તિ થાય છે.
(૬૧) શંકા-તેવા પ્રકારને મોક્ષ વૈરાગ્યથી સર્વ પ્રાણીઓને એકીસાથે કેમ થતું નથી, કેઈક સમયે કેઈકને જ મોક્ષ થાય એવું કેમ?