SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ * कामो जगत्त्रयैकमल्लः योगसारः ४/९ भोगान्भुनक्ति । दुष्करतपःकारिण ऋषयोऽपि स्वर्गाप्सरसो दृष्ट्वा मुह्यन्ति । इन्द्रोऽपि कामपीडित इन्द्राणीभिः सह भोगान्भुनक्ति । तिर्यञ्चोऽपि विजातीयं दृष्ट्वा लुभ्यन्ति तत्पृष्ठे च धावन्ति । नारका अपि नपुंसकवेदोदयात्तीव्रकामाग्निना पीड्यन्ते । मनुष्याः स्त्रियं दृष्ट्वा कामविकारैर्वशीक्रियन्ते । देवा अपि देवाङ्गनाभिः सह विषयान् सेवन्ते । इत्थं सर्वमपि जगत्कामेन वशीकृतम् । तस्याऽऽज्ञां सर्वेऽपि मन्यन्ते । न कोऽपि तदाज्ञामुल्लङ्घयति । सात्त्विकः कश्चिदेव मुनिः कामं जेतुं शक्नोति । यः स्वीयं चित्तं नियन्त्रयितुं शक्नोति स एव कामं जेतुं शक्नोति, यतः कामो मनसि प्रादुर्भवति । यदुक्तं योगशास्त्रे-'सङ्कल्पयोनिनाऽनेन हहा विश्वं विडम्बितम् । तदुत्खनामि सङ्कल्पं मूलमस्येति चिन्तयेत् ॥३१३५॥' सात्त्विको मुनिश्चित्तं निगृह्णाति । स केषुचिदपि प्रसङ्गेषु न चलति । तस्य चित्तं मेरुवत्स्थिरम् भवति । कामबाणास्तस्य चित्तं न विध्यन्ति । कामविकारा तस्मिन्न प्रभवन्ति । मुनिर्भावनाशस्त्रैः कामं निहन्ति । तस्य मनसि कामो न प्रादुर्भवति । इत्थं विश्वविजेताऽपि कामः सात्त्विकं मुनि जेतुं न शक्नोति । स मुनिरेव कामं पराजयते । કરનારા ઋષિઓ પણ સ્વર્ગની અપ્સરાઓને જોઈને મોહ પામે છે. ઈન્દ્ર પણ કામથી પીડાઈને ઈન્દ્રાણીઓની સાથે ભોગોને ભોગવે છે. તિર્યંચો પણ વિજાતીયને જોઈને લોભાય છે અને તેની પાછળ દોડે છે. નારકીના જીવો પણ નપુંસકવેદના ઉદયને લીધે કામના તીવ્ર અગ્નિથી પીડાય છે. મનુષ્યો સ્ત્રીને જોઈને કામના વિકારોને વશ થાય છે. દેવો પણ દેવાંગનાઓની સાથે વિષયોને સેવે છે. આમ આખુંય જગત કામથી વશ કરાયું છે. તેની આજ્ઞા બધાય માને છે. કોઈ પણ તેની આજ્ઞાને ઓળંગતું નથી. કોઈક સાત્ત્વિક મુનિ જ કામને જીતી શકે છે. જે પોતાના મનનું નિયંત્રણ કરી શકે છે, તે જ કામને જીતી શકે છે, કેમકે કામ મનમાં ઉત્પન્ન થાય છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - “અરે ! સંકલ્પ (મનના વિચારોમાંથી ઉત્પન્ન થયેલા આ કામે જગતને હેરાન કર્યું છે. તેથી કામના મૂળ એવા સંકલ્પને ઉખેડી નાંખું, એમ વિચારવું. (૩૧૩૫) સાત્ત્વિક મુનિ મનને કાબૂમાં રાખે છે. તે કોઈપણ પ્રસંગોમાં ચલિત થતો નથી. તેનું મન મેરુપર્વતની જેમ સ્થિર હોય છે. કામના બાણો તેના મનને વિંધતાં નથી. કામના વિકારોની તેની ઉપર અસર થતી નથી. મુનિ ભાવનાઓ રૂપી શસ્ત્રો વડે કામને હણે છે. તેના મનમાં કામ પેદા થતો નથી. આમ દુનિયાને જીતનારો એવો પણ કામ સાત્ત્વિક મુનિને જીતી શકતો નથી. તે મુનિ જ કામને હરાવે છે.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy