SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૮૮ ૧૨૯ इत्यत आह सति अपि जनपदव्यवहारसत्ये, इतरथा तु-विशिष्यानिर्णये एकतरप्रयोगे तु, विपरिणामः स्यात् अहो! एते न सुदृष्टधर्माणः इति विरुद्धः परिणामः स्यात् गोपालादीनामपि, अतो व्यतिरेके उक्तदोषात् अन्वये च पृष्टानां सामाचारीकथनेन गुणसम्भवात् यथोक्तमेव विधेयमित्यवधेयम् ।।८८।। ટીકાર્ય : નરનારીજાત ... અવધેય” | નરનારીગતવાવિધિનું ઉક્તપણું હોવાથી પંચેન્દ્રિયપ્રાણો' એમ કહેવાથી મનુષ્યને છોડીને તિર્યંચપંચેન્દ્રિયનું ગ્રહણ છે, તેથી ગવાદિતા સ્ત્રી, પુરુષના અનિર્ણયમાં જાતિને કહેવી જોઈએ, એમ અત્રય છે. સ્ત્રી, પુરુષના અનિર્ણયશબ્દમાં ભાવપ્રધાનનિર્દેશપણું હોવાથી વિપ્રકૃષ્ટ દેશમાં અવસ્થિતપણું હોવાને કારણે પરસ્પર સ્ત્રીત્વ, પુરુષત્વનો અનિર્ણય હોતે છતે જાતિને બોલેગવાદિ જાતિને બોલે. કઈ રીતે ગવાદિ જાતિને બોલે ? એથી કહે છે – માર્ગપ્રસ્તાદિનું પ્રયોજન ઉત્પન્ન થયે છતે “આ ગોરૂપ જાતથી કેટલું દૂર આ છે" એ આદિ લિંગ અવિશિષ્ટ ઉભય સાધારણ ધર્મ પ્રતિપાદન કરે; કેમ કે અન્યથા=જાતિને ન કહે અને ગો ઇત્યાદિને કહે તો, લિંગના વ્યત્યયને કારણે સ્ત્રીને બદલે પુરુષરૂપ બળદની પ્રાપ્તિ હોય તો લિંગનો વ્યત્યય થવાને કારણે, મૃષાવાદની આપત્તિ છે. વળી કારણ વગર સંયમના પ્રયોજનના વ્યાપારરૂપ કારણ વગર, અવ્યાપાર જ સાધુઓને ઉચિત છે કોઈ વચનપ્રયોગ ન કરવો સાધુને ઉચિત છે એ પ્રમાણે જાણવું. જો આ રીતે-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ રીતે, લિંગના વ્યત્યયથી મૃષાવાદ છે તો પ્રસ્તર, મૃત્તિકા, કરક, અવસ્થાદિનું નિયમથી નપુંસકપણું હોતે છતે કેવી રીતે અચલિંગનો પ્રયોગ થાય ? જનપદવ્યવહારસત્યના આશ્રયણથી થાય. એ પ્રમાણે જો ગ્રંથકારશ્રી કહે તો પૂર્વપક્ષી કહે છે – તે=જતપદવ્યવહારસત્ય શું પ્રકૃતિમાં પાણિપિહિત છે હાથથી રોકાયેલું છે ? અર્થાત્ બળદમાં પણ જનપદ વ્યવહારસત્યથી ગાયનો પ્રયોગ થાય છે એથી કહે છે=ગાથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – જનપદવ્યવહારસત્ય હોવા છતાં પણ ઇતરથા=વિશેષ્યના અનિર્ણયમાં, એકતરનો પ્રયોગ કરાયે છતે વળી વિપરિણામ થાય. કેવો વિપરિણામ થાય ? તે કહે છે – અહો આ સાધુઓ સુદષ્ટધર્મવાળા નથી એ પ્રમાણે ગોવાળિયા આદિને પણ વિરુદ્ધપરિણામ થાય, આથી વ્યતિરેકમાં ઉક્ત દોષ હોવાને કારણેeગોજાતીય કહેવાને બદલે ગાય કહેવામાં વિપરિણામરૂપ દોષ હોવાને કારણે અને અત્યમાં ગોજાતીય કહેવાથી ગાય-બળદમાં, ગોજાતીયતો અવય હોતે છતે પુછાયેલા સાધુઓને સામાચારીના કથનથી ગુણનો સંભવ હોવાથી યોગ્ય જીવોને સાધુધર્મ પ્રત્યે સદ્ભાવની પ્રાપ્તિરૂપ ગુણનો સંભવ હોવાથી, યથોક્ત જ વિધેય છે, એ પ્રમાણે જાણવું. ૮૮
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy