SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૫ / ગાથા-૮૮ ભાવાર્થ :સાધુએ શું ન બોલવું જોઈએ તેનું કથન: સાધુ સંયમનું પ્રયોજન ન હોય તો વચનપ્રયોગ કરે નહિ અને સંયમપ્રયોજન આદિથી માર્ગની પૃચ્છા આદિ વિષયક ક્યારેક કોઈને પૂછવાનો પ્રસંગ હોય ત્યારે દૂરવર્તી પંચેન્દ્રિય ગાય આદિને જોઈને સ્ત્રી, પુરુષનો નિર્ણય ન હોય ત્યારે પૃચ્છા કરે કે આ ગોજાતીય પ્રાણી જાય છે તેનાથી વિવક્ષિત સ્થાન કેટલું દૂર છે ? આ પ્રકારે પૃચ્છા કરવાથી બળદમાં ગાયનો પ્રયોગ કરવારૂપ વ્યત્યય થવાનો પ્રસંગ આવે નહિ, અન્યથા લિંગનો વ્યત્યય થવાથી મૃષાવાદની પ્રાપ્તિ થાય. આનાથી એ ફલિત થાય કે સાધુએ ભાષા બોલતાં પૂર્વે દઢ અવધાનવાળા થવું જોઈએ, જેથી લેશપણ નિષ્કારણ બોલવાનો પરિણામ માત્ર પણ થાય નહિ અને બોલવા દ્વારા જ વસ્તુનો નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ થાય તેમ હોય તોપણ અનાભોગથી પણ બળદમાં ગાયનો પ્રયોગ ન થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક બોલે, તેથી જે સ્થાનમાં સ્પષ્ટ નિર્ણય ન હોય, સંદિગ્ધ હોય તે સ્થાનમાં સાધુ ક્યારેય બોલે નહિ. એ પ્રકારે સંવરનો પરિણામ પ્રસ્તુત સૂત્રના વચનના ભાવનથી થાય છે. અહીં પ્રશ્ન થાય કે લિંગના વ્યત્યયથી આ રીતે ગાયના મૃષાવાદની પ્રાપ્તિ થાય તો આ પ્રસ્તર છે=પત્થર છે, આ મૃત્તિકા છે તે પ્રયોગમાં આ પત્થર છે એ પુલિંગનો પ્રયોગ છે, આ મૃત્તિકા છે એ સ્ત્રીલિંગનો પ્રયોગ છે, આ કરક છે એ પુલિંગનો પ્રયોગ છે, આ અવસ્યાય છે એ સ્ત્રીલિંગનો પ્રયોગ છે; વસ્તુતઃ એકેંદ્રિયમાં સર્વત્ર નપુંસકલિંગ છે તેથી ત્યાં સ્પષ્ટ રીતે લિંગનો વ્યત્યય છે, છતાં ભાષારૂપ વ્યવહારના સત્યના આશ્રયણથી ત્યાં દોષ નથી એમ કહેવામાં આવે તો જનપદવ્યવહારસત્યથી લોકમાં પણ ગાય-બળદ માટે ગાયનો પ્રયોગ થાય છે તેથી તે પ્રકારે પ્રયોગમાં શું દોષ છે ? આ પ્રકારની શંકાના નિવારણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે. ગાય-બળદમાં જનપદવ્યવહારસત્ય હોવા છતાં પણ વિશેષ્યનો અનિર્ણય હોય ત્યારે બળદના સ્થાને ગાય કહેવામાં આવે તો લોકોને વિપરિણામ થાય. શું વિપરિણામ થાય ? એથી કહે છે – આ સાધુઓ પદાર્થને વાસ્તવિક જોનારા નથી એ પ્રકારનો વિરુદ્ધ પરિણામ થાય માટે સાધુઓએ તે સ્થાનમાં જાતિનો પ્રયોગ કરવો જોઈએ. વળી સાધુ ગોજાતીય ઇત્યાદિ પ્રયોગ કરે એથી તે ગોકગાય અને બળદમાં અન્વય છે. તેથી કોઈ પૂછે કે આ પ્રકારના પ્રયોગ કેમ કરો છો ? તો સાધુ કહે કે અમારી આ સામાચારી છે જેથી અજાણતાં પણ મૃષાપ્રયોગ ન થાય. તેથી પુરુષજાતિમાં સ્ત્રી જાતિનો પ્રયોગ કરવાને કારણે મૃષાવાદ થવાના પ્રયોગનું વારણ થાય છે તે સાંભળીને યોગ્ય જીવને સાધુના આચાર પ્રત્યે બહુમાનભાવ થાય અને યોગબીજની પ્રાપ્તિ થાય માટે સાધુએ તેવો જ પ્રયોગ કરવો જોઈએ જેથી મૃષાવનો સંભવ ન થાય.
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy