SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. ને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આજ મેહેર કાગડો ભક્ષણ કરે છે પણ તેને દુશ્વર તેને તેજ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનાર ને કંટાલે આપે છે. મેહરમાં સ્વર સુધારવાની શક્તિ જગ જાહેર છે છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પાલૈકિક સુખ આપવાની શક્તિ છે તથાપિ અપાત્રમાં સ્થપાયેલે તે ધર્મ નિષ્ફળ જાય છે, તેથી પાત્રાપાત્રનો વિચાર કરે એ ખાસ જરૂરનું છે. ગ્યાયેગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજાં દwતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે. ગ્યાતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે, " आने निंबे सुतीर्थे कचवर निचये शुक्तिमध्येऽहिवक्त्रे, औषध्यादौ विषयौ गुरुसरसि गिरौ पांमुजूकृष्णनूम्योः । श्वक्षेत्रे कषायामवनगहने मेघमुक्तं यथांनस्तघ्त्पात्रषु दानं गुरुवदननवं वाक्यमायाति पाक" ॥ए॥ શબ્દાર્થ –જેમ વર્ષાદનું પાણી આંબામાં લીંબડામાં સારા તીર્થમાં કચરામાં છીપમાં. સપના મુખમાં એષધી વિગેરેમાં ઝેરી વૃક્ષમાં મેટા સરેવરમાં પર્વતમાં પીલી તથા કાલી જમીનમાં સેલડીના ક્ષેત્રમાં કષાય વૃક્ષના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરૂના મુખમાંથી નિકળેલું વાકય જેવા પા ત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. જે લો ભાવાર્થ–વષદનું પાણી એકજ સ્વભાવનું છે છતાં જુદા જુદા પાત્રોમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિણ આમ્રરસ ઉત્પન્ન કરે છે. લીબડાના વૃક્ષમાં પડવાથી કટુકરસ પેદા થાય છે. ઉત્તમ તીર્થમાં પડવાથી પવિત્રતાને પામે છે. કચરામાં પડવાથી નિંદનીક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૈક્તિક થાય છે. સપના મુખમાં પડવાથી પ્રાણું ઘાતક ઝેર નિવડે છે. ઔષધિમાં પડવાથી ઓષધિ રૂપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે. ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણ નાશક ઝેર થાય છે, સરોવરમાં પડવાથી અનેક પ્રાણીઓને ઉપયોગી સ્વચ્છ જલ થાય છે. પર્વત ઉપર પડવાથી વિનાશ પામે છે, પીલી તથા કાલી જમીનમાં પડવાથી ધાન્યાદિકની વૃદ્ધિ કરે છે. સેલડીના ક્ષેત્રમાં પડવાથી શેલડીના અતિ મધુર રસને આપનારૂં થાય છે. કષાય વૃક્ષના ગહન વનમાં પડવાથી કષાય રસ ઊત્પાદક થાય છે. તેવી જ રીતે સદગુરૂ મહારાજનાં વચનામૃતે એકજ સ્વભાવ પરિણુત હેય
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy