________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
ગૂજરાતને વિવિધ વિશાલ વિશિષ્ટ વામયથી વિભૂષિત કરનાર, ગુજરાતને સુશિક્ષિત સુસંસ્કાર-સંપન્ન રચનાર, ગુજરાતને વાસ્તવિક ગૌરવશાલી બનાવનાર, ગુજરાતના સન્માનનીય સ્વનામધન્ય સુપુત્ર મહાન સૂરીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યનું નામ સર્વદા સંસ્મરણીય છે, કર્તવ્ય-પરાયણ જે મહાન આચાર્ય વિક્રમની બારમી-તેરમી સદીને સુયશસ્વી બનાવી ગયા. લોકોપકાર–સજ ભારત-ભૂષણ જે વિદ્ધચ્છિરોમણિએ પ્રતાપી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાને માન આપી “સિદ્ધહેમચંદ્ર' જેવા પ્રખ્યાત શબ્દાનુશાસનનીષભાષામય શબ્દશાસ્ત્રની રચના કરી અનુપમ ભેટ સમર્પણ કરી. એના અનુસંધાનમાં નામ–લિંગાનુશાસન, ધાતુપારાયણ(ધાતુમાલા) અને દેશી શબ્દસંગ્રહ-દેશીનામમાલા, અભિધાનચિંતામણિ નામમાલા, અનેકાર્થસંગ્રહ, નિઘંટુશેષ જેવા શબ્દકોશો વિશ્વને સમર્પણ કર્યા. એ સાથે કાવ્યાનુશાસન, દોડનુશાસન અને ચૌલુક્ય વંશને યશસ્વી બનાવતું, ગૂજરાતને ગૌરવનો ખ્યાલ કરાવતું સંસ્કૃત-પ્રાકૃત વ્યાશ્રય જેવું અદ્ભુત મહાકાવ્ય રચી જગતના વિદ્યાભ્યાસીઓને-સાહિત્ય-સમુપાસકોને અતઃકરણથી કૃતજ્ઞ બનાવ્યા છે. ધર્માત્મા પરમહંત રાજર્ષિ ગૂર્જરેશ્વર કુમારપાલ ભૂપાલની પ્રાર્થનાને માન્ય રાખી તેઓએ સ્વપજ્ઞ વિવરણ સાથે અધ્યાત્મપનિષદ્ યોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય, પરિશિષ્ટપર્વ સાથે ભેટ ધર્યો, તથા ઉત્તમ ગંભીર ભાવ ભરેલ વીતરાગસ્તંત્ર અને દ્વાર્નાિશિકાઓ, તેમ જ પ્રમાણુમીમાંસા જેવું પ્રમાણ શાસ્ત્ર અને અહંનીતિ આદિ અન્ય પણ અનેક ઉપયોગી વિશિષ્ટ રચનાઓ રચી ગૂજરાત વિદ્યા-વિજ્ઞાનમાં સ્વાશ્રયી બનાવ્યો છે-સાહિત્ય-સમૃદ્ધિથી સુસમૃદ્ધ બનાવ્યો છે અને અલ્પ માત્રાથી ગવિષ બનતા વિવોન્મત્ત માનવેને પણ સાચું ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. જન-સમાજને અનેક રીતે અનુગૃહીત કરી અત્યન્ત ઋણી બનાવનાર એ મહાન આચાર્યને મેં ૧૭
For Private And Personal Use Only