SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૧ણવા ૧૦ અજલિ આપી છે, જે “આચાર્ય શ્રી હેમચન્દ્ર, (ઐતિહાસિક પ્રામાણિક પરિચય) નામથી સં. ૧૯૯૫ માં “સુવાસ માસિકના શ્રી હેમચંદ્રાચાર્ય-વિશેષાંકમાં તથા હંમસારસ્વતસત્ર-નિબન્ધસંગ્રહમાં પણ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ તરફથી પ્રકાશિત થયેલ છે, એથી એ સંબંધમાં અહિં તેની પુનરુક્તિ કરતો નથી. કલિકાલસર્વજ્ઞ ઉપનામથી પ્રખ્યાત, દીર્ધદર્શ, કર્તવ્યનિષ્ઠ એ આચાર્યવયે એ રીતે જ્ઞાન-ગંગાને આપણું આંગણામાં વહેવડાવી છે. ગૂજરાતમાં અને અન્યત્ર સર્વત્ર સરલતાથી વિદ્યા-વૃદ્ધિ થાય, સુગમતાથી વિદ્વત્તા વિકસિત થાય, જન--સમાજમાં વકતૃત્વ અને કવિત્વ-શક્તિ વિશેષ પ્રકારે ખીલે–એવી ઉચ્ચ સાહિત્યની સાધન-સામગ્રી આપણી સમક્ષ ઉપસ્થિત કરી છે. આવા અમૂલ્ય અખૂટ વારસાનો આપણે સદુપયોગ કરી શકીએ, પ્રમાદને પરિત્યાગ કરી આવાં સુવિહિત શાસ્ત્રોનું યથાશક્તિ પઠન-પાઠન, મનન-પરિશીલન કરીએ તો તેમાં આપણું જ પરમ હિત-શ્રેયઃ સમાયેલું છે. એ જ ઉચ્ચ ઉદ્દેશથી શબ્દ-વ્યુત્પત્તિશાસ્ત્રનું અનુશાસન-શિક્ષણ આપ્યા પછી તેઓએ કાવ્યશાસ્ત્રનું યથાયોગ્ય શિક્ષણ આપવા પ્રસ્તુત કાવ્યાનુશાસનની સંસ્કૃત સૂત્રાત્મક અષ્ટાધ્યાયવિશિષ્ટ રચના કરી હતી અને અભ્યાસીઓને વિશેષ ઉપકારક થાય એ દૃષ્ટિથી એને “અલકારચૂડામણિ નામની વ્યાખ્યાથી, તથા “વિવેક નામના વાર્તિક-ન્યાસ જેવા વિવેચનથી વિભૂષિત કર્યું છે. વાસ્તવિક કવિ, કવીશ્વર, કવિરત્ન, કવિકુલ-તિલક, કવિકુલ-કિરીટ કે મહાકવિ થવા માટે આવાં શાસ્ત્રોનો યથાયોગ્ય અભ્યાસ કરવો જોઈએ. નામ સાથે આડંબરી મોટાં વિશેષણો જોડવાં, ભારે બિરૂદો કે ટાઈટલે લગાડવાં એ જૂદો વિષય છે અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાના તેવા વાસ્તવિક કવિ થવું એ જૂદો વિષય છે. કવિ થવા માટે કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞોએ જે કેટલાક નિયમો સમજાવ્યા છે, તે પ્રમાણે તેવી વિશેષ યોગ્યતા તેણે કેળવવી જોઈએ. કવિ થવા ઈચ્છનારમાં સહજ પ્રતિભા-પિતા હોવી જોઈએ, તેને તેણે વ્યુત્પત્તિ અને અભ્યાસ દ્વારા સંસ્કારિત કરી ખીલવવી જોઈએ. કવિ થવા ઈચ્છનારમાં લોકનું-લોક–વૃત્તનું જ્ઞાન-વ્યવહાર For Private And Personal Use Only
SR No.020441
Book TitleKavyanushasanam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay Gani
PublisherVijaylavanyasuri Granthmala
Publication Year1956
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy