SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કવિતા - કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ કવિતા : ભવભૂતિની કાવ્યપંકિતને અનુલક્ષીને કવિતાનું અમૃતસ્વરૂપે, આત્માની કલાસ્વરૂપે અને વાદૈવીસ્વરૂપે વિવરણ કરતો આનંદશંકર ધ્રુવને પ્રસિદ્ધ વિવેચનાત્મક નિબંધ. ' એ.ટી. કવિતા અને સાહિત્ય-- વૅલ્યુમ ૧-૨-૩-૪ (૧૯૨૬, ૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯): પૂર્વે ૧૯૦૩ માં આ જ નામથી પ્રકાશિત થયેલું રમણભાઈ નીલકંઠના લેખનું પુસ્તક અપ્રાપ્ય બનતાં પછીથી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ બીજું ઘણું સાહિત્ય ઉમેરી ચાર વૅલ્યુમમાં પ્રગટ કરેલે ગ્રંથ. વૅલ્યુમ ૧માં કવિતા, કવિત્વરીતિ, છંદ અને પ્રાસ, વૃત્તિમય ભાવાભાસ, કાવ્યાનંદ પરત્વેના લેખો છે; વૅલ્યુમર માં ‘અભંગમાળા’, ‘વિભાવરીસ્વપ્ન', 'પૃથુરાજરાસા', ‘હૃદયવીણા', ‘સરસ્વતીચંદ્ર' વગેરે કૃતિઓની સમાલોચના છે; વેલ્યુમ ૩ માં જુદે જુદે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાન તેમ જ લખાયેલા નિબંધને સંગ્રહ છે; વૅલ્યુમ ૪ માં હાસ્યરસ’ વિશેના વિસ્તૃત વિશદ નિબંધ ઉપરાંત લેખકનાં કાવ્યો અને ટૂંકીવાર્તા ઓનો સમાવેશ થયો છે. સંસ્કૃત અને પાશ્ચાત્ય ધોરણોએ કાવ્યવિવેચનની સૌંદર્યનિષ્ઠ ભૂમિકા બાંધવાનું પ્રારંભિક કાર્ય આ વિવેચકે કર્યું છે એવું આ ગ્રંથમાંથી ફલિત થાય છે. ચ.ટા. કવિતાની સમજ (૧૯૭૪) : હમન દેસાઈને વિવેચનગ્રંથ. ‘અભ્યાસ’ સામયિકમાં પ્રકાશિત કવિતાનું સ્વરૂપ, કવિને શબ્દ, શબ્દનાદ, મુકતપદ્ય અને અછાંદરા જેવા પંદર લેખો અહીં સંશોધિત, સંવર્ધિત રૂપે સંગ્રહિત થયા છે. પરિશિષ્ટ રૂપે કવિતા. અને ભાષા, પદ્યરચનાને પરિચય અને અલંકાર તથા કાવ્યભાવનની. ચર્ચા કરી છે. નિરૂપિત વિષયની પૂર્વભૂમિકા બનતા આ ગ્રંથની રરળતા અને વિશદતા ઉપરાંત નિરૂપ્ય અભ્યાસઘટકની થયેલી દૃષ્ટાંત ચર્ચા તેની ઉપાદેયતા દર્શાવે છે. જીવનમૂલ્ય” એ બે વ્યાખ્યાનલેખોમાં પહેલો દીર્ઘ લેખ લેખક કવિ હોવાને લીધે એમની કાવ્યસમજ જાણવા માટે મહત્ત્વનો છે. કવિની સર્જનાત્મક શકિતથી સંચારિત થતો વ્યવહારને શબ્દ કાવ્યમાં પોતાનું વિશિષ્ટ સૌંદર્ય ધારણ કરે છે. શબ્દ દ્વારા જ કવિની અનુભૂતિ પ્રત્યક્ષ બને છે; પરંતુ શબ્દ સમાજગત છે તેથી શબ્દ પોતાની સાથે સર્જકનાં ભાવ, ભાવના, દર્શન બધું લઈને આવે છે. કાવ્ય કવિના સંવેદનને મૂર્ત કરે છે તે સાથે કવિના ચિત્તમાં આત્મસાત્ થયેલા કોઈ જીવનમૂલ્યને પણ પ્રગટ કરે છે. કાવ્યના મૂલ્યાંકનમાં કળાકીય તો ને એમાંથી પ્રગટ થતું જીવનમૂલ્ય -- બંનેનું મહત્ત્વ છે એ ટી. એસ. એલિયટની વાત લેખક સ્વીકારે છે. શૈકસપિયરવિષયક ત્રણ લેખમાં ‘શેક્સપિયર' શેક્સપિયરના જીવન અને સર્જનનો પરિચય આપતો લાંબો લેખ છે. ‘મૅકબેથ'માં શેકસપિયરની ઉત્તમ ટ્રેજેડીનું વિગતે રસલક્ષી વિવેચન છે. ‘શેક્સપિયર : પ્રતિભાછબી’ એ એસ. આર. ભટ્ટના ‘શેક્સપિયર ગ્રંથને પ્રવેશક છે. 'કવિ રૉબર્ટ ફ્રોસ્ટ’ અમેરિકન કવિ રૉબર્ટ ફ્રોસ્ટ સાથે થયેલી મુલાકાતને આધારે લખાયેલ વ્યકિતલક્ષી નિબંધ છે. “આધ્યાત્મિક કવિતાની દિશા અંગત સંબંધની દીપ્તિથી ઓપન સુંદરમ્ ની સર્જકશકિતની વિશેષતાઓ બતાવને નિબંધ છે. અખેગીતા’ અને ‘દશમસ્કંધ' એ મધ્યકાલીન કૃતિઓ તથા ‘સાહેબનો પ્રવેશ', 'કયાં છે પરીક્ષિત”, “ખાવાયેલા નારા' અને ‘આધુનિક ભારતની રાધના’ એ અર્વાચીન કૃતિઓના રસાસ્વાદલક્ષી પ્રવેશકો છે. કવિની સાધના (૧૯૬૧): ઉમાશંકર જોશીની વિવેચનગ્રંથ. કાવ્ય અને સાહિત્ય અંગેની કેટલીક તત્ત્વચર્ચા કરતા લેખો અહીં સમાવાયા છે; તેમ છતાં ચર્ચા કેવળ પરોક્ષ ન રહેતાં પ્રત્યક્ષ બની છે, વિચારણા તર્કબદ્ધ છતાં રસપ્રદ રહી છે. રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ અને હેમિ પરના લેખોમાં સાહિત્યસમજ સુધી પહોંચવાનો અને પોતાની સાહિત્યસમજને વ્યકત કરવાનો કીમતી અવરાર સાંપડ્યો હોય એવું જોઈ શકાય છે. ‘વિવેચનની સાધનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનપ્રવૃત્તિને એમાણ સવિસ્તર તપાસી છે. 'કવિની સાધના’ને લેખ એમના સર્જક તરીકેના દૃષ્ટિબિંદુને પરિશ્ય આપે છે. ચં.ટા. વતાશિક્ષણ (૧૯૨૪):વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટેભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વે કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશીનેવું-પંચાણું ટકા કૌશલ-કારીગરીને આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શકિતવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણ પણ કવિ-કલાસર્જક બની શકાય છે, ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શકિત જન્મસિદ્ધ નથી હોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાતત્ત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે. ચં.. કવિની શ્રદ્ધા (૧૯૭૨): ઉમાશંકર જોશીના વિવેચનસંગ્રહ. સિદ્ધાંતચર્ચાના, પાશ્ચાત્ય ને ગુજરાતી સર્જકો વિશેના તથા કેટલીક ગુજરાતી સાહિત્યકૃતિઓના પ્રવેશકરૂપે લખાયેલા લેખે અહીં સંગ્રહિત થયા છે. 'કવિની શ્રદ્ધા’ અને ‘કલા પોતે પણ એક કવિનું વસિયતનામું: આવતી કાલના સંભવિત મૃત્યુ પછી સૂરજ, પવન, સાગર, ચન્દ્ર અને અગ્નિએ કરવાના કાર્યને કાવ્યપૂર્ણ રીતે નિરૂપતું સુરેશ જોષીનું નોંધનીય કાવ્ય. ચ.ટા. કવિરાજ માવદાનજી: ઈશ્વરસ્તુતિનાં ગીત-ભજનોને સંગ્રહ ‘કવિ કીર્તનાવલી' (૧૯૫૦)ના કર્તા. નિ.વા. કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ: ‘ખંડેરાવ મહારાજના ગરબા (૧૮૫૮) અને પાકશાસ્ત્ર” તથા “વિવાહવર્ણન' (૧૮૭૧)ના કર્તા. પા.માં. ૫૮: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy