SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ વી. આર.– કવિચરિત કવિ વી. આર.: પાંચ અંકમાં વિભકત શૌર્યપ્રધાન ને ચરિત્રાત્મક નાટક “ધારા૫તિ જગદેવ પરમાર' (૧૯૦૪) ના કર્તા. કૌ.બ્ર. કવિ શંકરલાલ મગનલાલ (૧૮-૨-૧૮૯૬,-): કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્સમાં શિક્ષક. “કાવ્યચંદ્રોદય' (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી' (૧૯૧૪), ‘સદ્ગણમાળા' (૧૯૧૪), ‘ગુરુકીર્તન' (૧૯૧૭) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે. એમણે તુલસીકૃત ‘રામચરિતમાનસ'નું ભાષાંતર ‘રામાયણ” (૧૮૭૫) કર્યું છે. કાળજીથી થયેલાં આ ભાષાંતર શુદ્ધ ભાષા અને સાહજિક પઘબંધ ધરાવે છે. પૂર્વમેઘમાં સાંગ પૃથ્વી અને ઉત્તરમેઘમાં સળંગ બ્રધરાને વિનિયોગ કરતું “મેઘદૂત' (૧૮૯૮) ભાષાંતર ગુણવત્તામાં સરેરાશ છે. કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દેહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ' (૧૮૭૨) પણ અનુવાદ છે. ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક' અને હંસત’ આદિ અન્ય અનુવાદોનું સામટું પુસ્તક કરવાની એમને ઉમેદ હતી. જીવનના અંતકાળે ‘મહાભારત’ને અનુવાદ કરવા તરફ વળ્યા હતા. ‘વિરાટપર્વ'નું ભાષાંતર આરંભળ્યું હતું. બા.મ. કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ધ.ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન' (૧૮૬૯), ‘ભારત માર્તડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટલાલજી મહારાજના વિરહનું વર્ણન’ તથા કાવ્યકૃતિ 'કન્યાવિક્રય’ અને ‘મિત્રવિલાસ'ના કર્તા. નિ.વો. કવિ શામળભાઈ પુંજાભાઈ : કવાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ 'વટલાયેલા હિન્દુઓ (૧૯૧૫) ના કર્યા. કવિ શિવાનંદજી:અભ્યાસસ્થી થતા લાભ અને અભ્યાસ નહિ કરવાથી થતા નુકસાનને સુબેધક પદ્યોમાં રજૂ કરતી પુસ્તિકા ‘વિદ્યાથીન કાવ્યસુબોધ' (૧૯૬૯)ના કર્તા. કવિ સુમતિ શંકરલાલ: ધમિક દૃષ્ટિએ કરેલાં પદ્યાનું પુસ્તક “ગુરુકીર્તનનાં કતાં. કવિ હર્ષદ : “રીતળા અને બળિયાકાકાને સંવાદ' અને વિના ઓષધથી પ્લેગ રોગ-નિવારણ :રમૂજી રસિક હિતોપદેશ સંવાદ' (૧૯૦૫) ના કર્તા. કવિ શાન્તાબહેન ચીમનલાલ: ૧૯૩૬ માં કરેલા કાશમીરના પ્રવાસનું વીગતપ્રચૂર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક 'કાશમીર’ (૧૯૫૪) નાં કર્તા. ક.છ. કવિ શિવદાસ નારણ : ભાવનગરના ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ “દિલ બિરદાવલી' (૧૮૯૯૯)ના કર્તા. ક.છ. કવિ શિવલાલ ધનેશ્વર, “અનુપ' (૧૮૫૯, ૧૮૯૯): કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. ૧૮૬૯ માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. પ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં પોતાનું પુસ્તક પૈસા લઈ પારસી ગૃહસ્થને નામે ચડાવી આપ્યું. ૧૮૭૫ થી કચ્છના રાજવી કુટુંબના શિક્ષક. ૧૮૮૭માં કરછના મહારાજા સાથે ઈંગ્લૅન્ડને પ્રવાસ. ત્યાંથી આવ્યા પછી કચ્છના કાયદાને અભ્યાસ કરી પહેલાં અંજારમાં પછી ૧૮૯૪ થી મુંદ્રામાં ન્યાયાધીશ. મૃત્યુ વતન મુંદ્રામાં. - ૧૮૭૧ માં, એક માસિક શરૂ કરવાના ઉદ્દેશથી 'પ્રાસ્તાવિક કાવ્ય:અંક-૧'નું એમણે પ્રકાશન કર્યું ત્યારથી એમની કવન-પ્રવૃત્તિ આરંભાઈ. 'પ્રાસ્તાવિક કાવ્ય'માંનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની અસર છે. ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. ૭૨,૦૦૦ ચોરી થઈ તે વીશે તથા તે ચોરી પકડવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કરયા તે વિશે (૧૮૭૧) એ પ્રાસંગિક પદ્યકૃતિ જ છે. કરછના મહારાજા સાથે કવિએ કરેલા મહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતી કાવ્યકૃતિ 'પ્રવાસવર્ણન' (૧૮૮૬) અલંકારસોંદર્ય ધરાવતી છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્કૃતિ તેમ જ બિનજરૂરી વિગતેને કારણે શિથિલ બનેલી છે. “કચ્છભૂપતિ વિવાહ વર્ણન' (૧૮૮૫) એ એમણે આશ્રયદાતા રાજાની પદ્યરૂપમાં કરેલી સ્તુતિ જ છે. સેક્યનું સાલ: ૧-૨’ એ પ્રાસંગિક પદ્યરચના છે. કવિ હંસ: જુઓ, કાનાબાર હંસરાજ હરખજી. કવિ હીરાચંદ કાનજી: ‘ગુજરાતી ગ્રાફિકલ ગ્લસરી’(૧૮૫૭), ‘નામાર્થબોધ' (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી' (૧૮૬૫), ‘પીંગળાદશ' (૧૮૬૫), 'ભાષાભૂષણ' (૧૮૬૬) અને 'જ્ઞાનશતકભા. ૧-૨' (૧૮૬૩, ૧૮૬૪) ના કર્તા. કવિચરિત-ભા. ૧-૨ (૧૯૩૯, ૧૯૪૧): ગુજરાત વિદ્યાસભાના આ કે. કા. શાસ્ત્રી દ્વારા તૈયાર થયેલા આ ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની જૈનેતરશાખાને ઇતિહાસ છે. જેનેનર કવિઓમાં જૂનામાં જૂના કવિ અસાઈતથી આ પુસ્તકને આરંભ. થાય છે અને લગભગ ૧૧૦ જેટલા કવિઓને એમાં આવરી લેવાયા છે. આ ઇતિહાસમાં કવિની કૃતિમાં જે એણે સૂચન કર્યું હોય એટલા જ ચરિત્રના ભાગને પ્રવેશ આપ્યો છે અને કલ્પનાને ઓછો અવકાશ આપ્યો છે. ગુજરાતી કવિતાના વિકાસમાં કવિનું શું પ્રદાન રહ્યું છે એને જ શકશે પરિચય અહીં મુખ્ય ગણવામાં આવ્યો છે. રાંટો. ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy