SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિજ્ઞાનશાસ્ત્રી ટોમસ આલ્વા એડિસન’ તથા ૧૯૪૮માં લખાયેલાં ચિત્રો ‘ભગવાન બુદ્ધ', ‘મહંમદ પયગંબર’, ‘મહાવીર પ્રભુ’ ‘ગુરુ નાનક', 'બીરસાહેબ', ‘સંત ફ્રાન્સીસ', 'દીવર્ષા' ઉપરાંત "બાદશાહ જહાંગીર'(૧૯૪૪), ‘સૌજન્યમૂર્તિ દેવભાઈ (૧૯૪૪), ‘જીવનસુવાસ’(૧૯૬૧) વગેરેના કર્તા. મુ.મા. વળામણાં (૧૯૪૦): પન્નાલાલની આરંભકાળની એક નોંધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુધારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નખ્વનની વિચ્છિન્નતા ના પાને ગતિ આપન નન્ય છે; પણ પૂનાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીનો હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફ્તથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં કયાંક વેચી નાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઊઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેનો અસ્વસ્થ બની જાય છે. પ્રપંચમાં રાચતા મુખી અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે, અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના કુતિયા માની જોડે લગ્ન કરાવી તેને હેતથી વળાવે છે, તરુણ ઝમકુમના ભીતરમાં ઊઠતી શિશુસહજ ડુંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપરાવવામાં સર્જક પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું ચકલું વાસ્તવવકી ચિત્રણ, પ્રકૃતિને જીવંત પરિવેશ, ગૌણ પાત્રની પણ બળવાન રેખાઓ, લોક્બલીના - પ્રયોગોથી સચે ટતા સાતી પનોતિ અને સુરંખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે. પ્ર.પ. વળાવી બા આવી : દિવાળીની રજાને અંતે સૂના ઘરમાં સકાઈ પડતી માતાનું વેધક ચિત્ર દળનું નાનું સોનેટકાવ્ય 23. વાઈવાળા ગોરધનદાસ દયારામ, ‘દાસબહાદુર’(૪-૪-૧૯૨૪): ચરિત્રકાર, કવિ. જન્મ સુરતમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. કાપડનો વ્યવસાય અને પત્રકારત્વ. એમની પાસેથી ચરિત્રલક્ષી કૃતિઓ ‘ભકત પ્રહ્લાદ’(૧૯૫૪), ‘રામસ્વામી’(૧૯૫૬), ‘સંત માધવદાસ’(૧૯૫૭) વગેરે તથા પદ્યસંગ્રહ ‘દાસબહાદુર કાવ્યકુંજ’- ભા. ૧-૨ (૧૯૫૬) મળ્યાં છે. .વા. વાગીશ્વરીનાં કર્ણફૂલા(૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખાને સંચય. કુલ બાર લેખાનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ’કૃતિનાં સૌંદર્યતત્ત્વો સસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખા ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે. Jain Education International વળામણાં વાડમયવિમર્શ વાર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે”, “સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ' અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના' અને 'શાંતની ઉપરના' જેવા, સર્જકની સમગ્રકો પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી ક્લાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે. બ.જા. વાઘા વશરામ ભકત: ગદ્યપદ્યાત્મક કૃતિ અગમનિગમ જ્ઞાનપ્રકાશ અને અવિનાશી કોણ?’(૧૯૬૧)ના કર્તા, નિ.વા. વાઘાણી કનૈયાલાલ વ્રજલાલ : ચરિત્રલક્ષી પુસ્તકો ‘લોહાણા સંતો’(૧૯૭૦) અને ‘લખના આરાધકોના કર્તા. નિ.વા. વાઘાણી ામજીભાઈ જાદવભાઈ (૧૨-૬-૧૯૨૮): વિકાર, જન્મ ભાવનગર જિલ્લાનો કુંભણ ગામમાં, ગામડિયો અને આંબલાની લાકશાળામાં અભ્યાસ. ઘરની ખેતી અને સમાજસેવાનું કાર્ય, ગ્રામપંચાયતના સક્રિય સભ્ય. એમની પાસેથી આંબલાની લોકશાળાના અનુભવાનનું વર્ણવનું પુસ્તક ‘મરીની સુગંધ' (૧૯૮૩) મળ્યાં છે. નિ.વા. વાઘેલા મધુકાન્ત શકરાલાલ, ‘કલ્પિત’(૭-૧૨-૧૯૪૫) : કવિ. જન્મ મહેસાણા જિલ્લાના વણમાં. ૧૯૨૫માં ટ્રિક ૧૯૭૦માં મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૭૩થી ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતામાં કુટુંબનિયોજન કાર્યકર. "કેશરિયા શરનું આકાશ’(૧૯૭૯) એમનો કાવ્યસંગ્રહ છે. ચાં.ટા. વાઘેલા મોહનલાલ દયાળભાઈ, ‘પ્રયાસી’(૧-૨-૧૯૩૬) : કવિ, ચરિત્રકાર, અનુવાદક. જન્મ ભરૂચમાં. એમ.એ., એમ.એડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં નિરીક્ષક. એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘જયજવાન’(૧૯૬૨) અને ‘ઝંકાર’ (૧૯૬૪) મળ્યા છે. ‘તમે એટલે તમે’(૧૯૮૧) અને ‘પંચાતર વરસના જવાન ઝીણાભાઈ નાવિક’(૧૯૮૨) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘સાત સમંદર સર કર્યા’(૧૯૭૦) એમનું અનૂદિત પુસ્તક છે. ઉનાવા. વાઘેલા રમણભાઈ ત્રિકમભાઈ, ‘કિરી’(૧૬-૯-૧૯૪૯): કવિ. જન્મ નડિયાદમાં. એમ.કોમ. સુધીનો અભ્યાસ. સચિવાલય, ગાંધીનગરમાં સેક્શન ઑફિસર. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સ્પર્શની મહ’(૧૯૮૪) મળ્યો છે. Lવા. વાઙમયવિમર્શ (૧૯૬૩): સમપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ અહમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેચાયેલા છે. પહેલાવિભગના અઢાર લેખો ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૪૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy