SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ વસાવડા ઇન્દ્રવદન ઉમિયાશંકર – વહેરા રસુલભાઈ ન. વસાવડા ઇન્દ્રવદન ઉમિયાશંકર (૨૩-૧૧-૧૯૧૨) : નવલકથાકાર, જન્મ જૂનાગઢમાં. હિંદીભાષી પ્રદેશમાં ઉછેર અને શિક્ષણ. ૧૯૩૨માં બહાઉદ્દીન કૉલેજ, જનાગઢમાંથી બી.એ. ઘણી હાઈ લેમાં શિક્ષક અને પછી આચાર્ય. એ પછી કેળવણી ખાતામાં ઍજ્યુકેશન ઇન્સ્પેકટર અને રાજય શિક્ષણ ભવનના નિયામક. ૧૯૭૧ થી નિવૃત્ત. અમદાવાદમાં નિવાસ. પ્રેમચંદજીની અસર, માનલીલાનું સદર્ભે ચિત્રણ, ખેલને તરફ ક્ષમ્ય દૃષ્ટિ વગેરેથી એમની નવલકથાઓ ‘શોભા' (૧૯૩૭) અને ‘ગંગાનાં નીર' (૧૯૪૦) નોંધપાત્ર બની છે. આ ઉપરાંત ‘અંદા’ (૧૯૪૨), ‘પ્રયાણ'(૧૯૪૩), ‘સમર્પણ' (૧૯૫૬), ‘ગરીબની લક્ષ્મી’(૧૯૫૭) વગેરે એમની સામાજિક નવોત્થાનને સ્પર્શતી નવલકથાઓ છે. ‘શાળે પોગી નાટકો' (૧૯૫૬) અને ત્રિઅંકી નાટક ‘દીવા મારા દેશનો' (૧૯૬૧) એમનાં નાટકો છે; તો ઐતિહાસિક વાર્તા ઓને સંગ્રહ ‘ઇતિહાસને અજવાળે' (૧૯૪૫) તથા સામાજિક વાર્તાઓના સંગ્રહો ‘નવનીતા' (૧૯૪૫) અને ‘રાધુ' (૧૯૫૭) એમનું વાર્તા પ્રદાન છે. આ ઉપરાંત રમૂજી પ્રવાસમાળા' (૧૯૫૨) અને “જાંબુની ડાળે (૧૯૫૪) જેવી બાળવાર્તાઓ તથા ‘રામ રામ મયાજી' (૧૯૬૮) નામની બાળનવલકથા પણ એમના નામે છે. ‘નાનસેન : તેના પ્રવાસે' (૧૯૫૦), ‘હિમાલયને પેલે પાર' (૧૯૫૧), ‘ભયંકર રણમાં’ (૧૯૭૮) એમની સાહસપૂર્ણ પ્રવાસકથાઓ છે. રમણલાલ સેનીના સહલેખક તરીકે ‘હ્યુએન-સંગ’ પ્રવાસકથા એમણે આપી છે. આ ઉપરાંત એમણે હિન્દીની શ્રેષ્ઠ વાર્તાઓનાં સંપાદન સહિત ‘હિન્દીની શ્રેષ્ઠ વારતાઓ' (૧૯૮૨) નામ અનુવાદ આપ્યો છે. કંથેરાઈન હૌને મુકત અનુવાદ ‘મારી મા' (૧૯૫૫) નામ એમણે આપ્યો છે. ૧૮નસમાજનાં જીવનવણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્રવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. કિ.સે. વસુમતીબાઈ : સરળ અને સુબાધ ભાષામાં અપાયેલાં પ્રેરક પ્રવચન સંગ્રહ વસુવાણી'- ભા. ૨ (૧૯૬૨) અને ‘વસુધારા’ભા. ૨ (૧૯૬૯)નાં કર્તા. નિ.. વસુંધરા અને બીજી વાત (૧૯૪૧) : ગુલાબદાસ બ્રોકરને વાર્તાસંગ્રહ. પંદર જેટલી સાંસારિક વાર્તાઓના આ સંચયમાં, પક્ષકાર કે વકીલ તેમ જ ઊર્મિપ્રધાન બન્યા વગર સ્વસ્થ ગતિએ મને વિશ્લેષણ તરફ ઢળતી એમની વાર્તાઓ વાર્તાકલા કરતાં વાતકલાના નમૂનાઓ વધુ છે. આથી જ એમની ભાષા સીધી કથનરીતિને પુરસ્કાર કરતી લાગે છે. ચંટો. વસેલા જયન્ત વશરામભાઈ (૫-૧-૧૯૪૯) : ગઝલકાર. જન્મ ઉપલેટા (જિ. રાજકોટ)માં. શિક્ષણ ઉપલેટામાં. ૧૯૭૧ માં હિંદી વિષય સાથે બી.એ. ૧૯૭૩ માં એ જ વિષયમાં જૂનાગઢથી એમ.એ. શ્રી વલ્લભ વિદ્યાલય, ઉપલેટામાં માધ્યમિક વિભાગમાં શિક્ષક. પછી ઉપલેટા ખર્સ-કોમર્સ કોલેજમાં હિન્દીના વ્યાખ્યાતા. એમના ગઝલસંગ્રહ ‘અસર’ (૧૯૮૩)માં કુલ છાજેર ગઝલેને રામાવેશ કરવામાં આવ્યો છે. એમની ગઝની ભાવસૃષ્ટિ ભાતીગળ છે. વિષાદમય પ્રેમગોષ્ઠિ, અનુભૂતિનું બળ, જીવનની સમજ, રચનાકર્મની પ્રયોગશીલતા અને સરળ પ્રાસાદિક કાવ્યબાની હૃદયસ્પર્શી* છે. કિ.સે. વહી જતી પાછળ રમ્ય ઘોષા(૧૯૬૫): લાભશંકર ઠાકરને પરંપરા અને પ્રયોગના સંધિકાળને કાવ્યસંગ્રહ. અહીં મિશ્રોપજાતિની શકયતા અને પ્રવાહિતા ખીલવવા પ્રયત્ન ખાસ આગળ તરી આવે એવો છે. સંમુખના જીવનકોલાહલ કરતાં કવિનું ધ્યાન અતીતની જીવનગતિ તરફ વિશેષ રહ્યું છે. સ્મૃતિબિબે કલ્પન તરીકે રચનાઓમાં આગ્લાદક રીતે ઊપસેલાં છે. “ચાંદરણું', અંતિમ ઇચ્છા' જેવાં પારંપરિક કાવ્યોની સાથે ‘ચક્રમથ’, ‘સાંજના ઓળા લથડતા જાય’, ‘સૂર્યને શિક્ષા કરો' જેવાં પ્રયોગનાં કાવ્યો ગોઠવાયેલાં છે. પ્રયોગની આત્યંતિકતા બતાવતું પ્રસિદ્ધ ‘તડકો' કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે. ચં... વહોરા અબ્દુલહુસેન આદમજી : નાટયકૃતિ ‘સવાઈ ઠગને રમૂજી ફારસ' (૧૮૮૫) અને “સ્ત્રીચરિત્રની વારતા'ના કર્તા. નિ.. વહોરા રસુલભાઈ ન. : પ્રેરક અને રસપ્રદ શૈલીમાં ૧૯૩૫માં લખાયેલાં ચરિત્રો અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન, ‘અમેરિકાના પ્રમુખ જેસ ગાફિલ્ડ’, ‘દાનવીર એન્ડ્રુ કાર્નેગી', ‘હિંદને મિત્ર હેનરી ફોસેટ’, ‘ સ્વિટ્ઝરલૅન્ડને દેશભકત વિલિયમ ટેલ', વસાવડા છગનલાલ વલ્લભજી: ‘ગુજરાતી સંગીત રામાયણ’ (૧૯૧૧) ના કર્તા. નિ.વે. વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્ ને કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈટાળા', ધનયુગનો સ્થિતપ્રજ્ઞ', ‘૧૩-૭ ની લેકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્ત્વચિકની દૃષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભકિતની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયને ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્ત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિને રણકાર અહીં જોવા મળે છે. કર્ણ’ અને ‘દ્રપદી' જેવાં કથાકાવ્યોમાં એ પાત્ર પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણ જોતાં, ‘વસુધા'ની કવિતા જીવનતત્ત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતવના આવિષ્કારો, ચિંતનગર્ભની ફુરણાની સાથોસાથ સાંપ્રત ૫૩૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy