SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપકથા - રેખાચિત્રો: જૂના અને નવાં અકારાદિકમે વ્યવસ્થિત વર્ગીકરણ આપે છે. એમાં ગુજરાતમાં તાપીથી મહી સુધી વપરાતા, મહીથી સાબરમતી સુધી વપરાતા અને સૌરાષ્ટ્રમાં કે ઉત્તર તરફના ભાગમાં વપરાતા રૂઢિપ્રયોગાન એકઠા કરવામાં આવ્યા છે. દરેક રૂઢિપ્રયોગના અર્થને સમજાવી એના સમર્થન માટે એની સાથે એને પ્રશિષ્ટ રચનામાં થયેલા ઉપયોગ પણ દર્શાવ્યો છે. ચંટો. રૂપકથા (૧૯૭૨) : મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શેલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. વાર્તા એ લેખકે વાચકને લખેલા પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં -મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નમાં અવ્યાખ્યય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વાર્માવલંબિત નાદ પર વિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વેમાં કાચ સામે કાચ” પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દાર પર રચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે. રાંટો.. રૂપમ : જુઓ, ચંદે રમેશકુમાર. રૂપરચનાથી વિઘટન (૧૯૮૬) : આધુનિકતાની વિભાવનાને નવસરથી તપાસતો શિરીષ પંચાલને વિવેચનગ્રંથ. એમાં રૂપરચનાથી વિઘટન સુધીના સાહિત્યસિદ્ધાંતોને આવરી લઈ સર્જક, અનુ-આધુનિકતા, પરંપરાભંજકતા, સાહિત્યનું સમાજશાસ્ત્ર, સાહિત્યના વ્યાપક સંદર્ભો, આધુનિક માનવસંદર્ભ - વગેરેની પુનર્વિચારણા કરી છે, અને વિવેચનના સંકોચાઈ ગયેલા ક્ષેત્ર પરત્વે સભાન બની કૃતિની સાથે સંબંધ ધરાવતાં સ્થલકાલ- સાપેક્ષ પરિમાણોના મહત્ત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. ચં.દો. રૂપાણી નવીનચંદ્ર લાલજી: ગીતાનું સરળ ભાષ્ય આપતી કૃતિ ‘ગોપીગીતા'ના કર્તા. ૨.ર.દ. રૂપાણી ભીમજી કાળિદાસ : પંચાંકી નાટક ચન્દ્રસિહ દીપમણિ’ (૧૮૮૪)ના કર્તા. ૨.ર.દ. રૂપાણી મહમદ જુમા (૩૧-૭-૧૯૧૨) : કવિ. જન્મ પૂર્વ આફ્રિકાના ઇન્યામ્બાન જિલ્લાના મુતામ્બામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એ. જંગબાર, ડોડોમાં (ટાન્ઝાનિયા) અને મોમ્બાસામાં અંગ્રેજીના શિક્ષક. ‘યોગિની મારી (૧૯૬૯) એમણે આપેલો કાવ્યસંગ્રહ છે; તે શૈકસપિયરનાં ૧૫૯ સેનેટ’ (૧૯૭૭) અને ‘જપાની કવિઓનાં એક હજાર નેવું હાઈકુ અને વાકા' (૧૯૭૯) એમની અનૂદિત કૃતિઓ છે. ચંટો. રૂપારેલ મૂળરાજ જેરામ (૩૦-૧૦-૧૯૩૫) : નવલકથાકાર. જન્મ કલકત્તામાં. દશમા ધોરણ સુધી અભ્યાસ. પ્રારંભમાં ધ્યાન ધ, પછી જામનગરની દિગ્વિજય ટાઈલ્સ ઍન્ડ પોટરીઝ લિ.માં કેશિયર. ૧૯૬૯ થી ઇન્ડિયન સિરામિક સેન્ટરમાં ઍકાઉન્ટન્ટ. ‘જીરવ્યું જીરવાતું નથી' (૧૯૬૫), ‘રખા' (૧૯૬૭), ‘અવાવરુ ઓરડા' (૧૯૭૫), 'ટહુકો તરફ ટોડલે' (૧૯૮૨) વગેરે નવલકથાઓ તેમ જ “આર)નાં શિલ્પ' (૧૯૬૬) વાર્તાસંગ્રહ એમના નામે છે. વળી, ‘ કડો કામણગારો' (૧૯૭૨), 'ભલે ભટારો કર' (૧૯૭૪) વગેરેમાં એમણે લોકકથાઓ સંચિત કરી છે. ચં.ટો. રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ, ‘ઓનલ', સાંદીપનિ', ‘ટચાક', ‘કલ્કિ' (૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધારાગ સુધીને અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી પાવરલૂમ્સ વણકર. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ' માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લેકવાણી’ દૈનિક, સુરતમાં ઉપતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭ સુધી ‘ગુજરાત મિત્ર' દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી 'ગુજરાત સમાચાર), સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી', સુરતમાં સહતંત્રી. ‘કંકાવટી'નું સંપાદન. ગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના 'ડમરો અને તુલસી' (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિવ્યકિતની ચારુતા છે. “આવા હતા બાપુ'- ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી' (૧૯૬૮) એમનાં જીવનચરિત્ર છે. ચં... રૂસરફ : ‘દિલના ડંખ' (૧૯૪૪) અને ‘રાખને રાંજોગ' (૧૯૪૪) નામની નવલકથાઓના કર્તા. ચંટો. રૂસ્તમજી ભીખાજી : ‘હાદાર બાદશાહની વાર્તા' (૧૮૫૮)ના કર્તા. ર.ર.દ. રેખાચિત્ર : જૂના અને નવાં (૧૯૨૫) : લીલાવતી મુનશીને રેખાચિત્રોને સંગ્રહ. પહેલા વિભાગમાં અમૃતલાલ પઢિયાર અને ન્હાનાલાલ કવિથી માંડી વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતાનાં ટુંકાં ચરિત્રાંકનો છે; તે બીજા વિભાગનાં પ્રકીર્ણ આલેખનમાં પાર્વતી અને પદ્મિનીથી માંડી આનંદશંકરભાઈ વગેરેને સમાવેશ છે. વળી, દ્રૌપદી, મીરાંબાઈનાં જીવનચરિત્ર પણ છે. આ જ વિભાગમાં કેટલાંક ઊડતાં ચિત્રો પણ આપ્યાં છે. વિભાગ ત્રીજો આર્થર રોડ જેલમાં લખાયેલો છે. એમાં મહમ્મદઅલી ઝીણા, નહેર, ભુલાભાઈ દેસાઈ વગેરે વિશેનાં લખાણો છે. આ રેખાચિત્રનું દસ્તાવેજી મૂલ્ય છે. ચં... ૫૨૪: ગુજરાતી સાહિત્યકેશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy