SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ રાવળ હરિલાલ ઉમિયાશંકર – રૂઢિપ્રયોગ કોશ એમણે પદ્યકૃતિ ‘સેવકગૅત્રાદિ દીપિકા' (૧૯૨૫) તથા નાટક ‘વિધવાદુ:ખદર્શક’ આપ્યાં છે. રાંદેરિયા મધુકર રંગીલદાસ(૩-૪-૧૯૧૭) : નાટ્યકાર, જીવન ચરિત્રકાર, નિબંધકાર. જન્મ મુંબઈમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૧ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૨ માં કબીબાઈ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૪૮ માં હિદ કોલેજમાં અધ્યાપક. ‘જન્મભૂમિ'ના તંત્રીવિભાગમાં પત્રકાર. ઑલ ઇન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ ઍકિઝકયુટિવ.૧૯૬૧થી ૧૯૬૪ સુધી ભવન્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી દેના બૅન્કમાં વિકારા અધિકારી. ગુજરાતી નાટય'ના તંત્રી. ૧૯૭૭થી નિવૃત્ત. “અંતે તે તમારી જ' (૧૯૫૭), “અનન્તને આરે' (૧૯૫૮), ‘મુકિતદાતા લિંકન' (૧૯૬૧) જેવાં નાટકો તથા ‘મહાસભાના મહારથીઓ' (૧૯૪૬), ‘ધરદીવડાં' (૧૯૫૮), ‘ભકતશિરોમણિ દયારામ' (૧૯૫૯) જેવાં જીવનચરિત્રે એમણે આપ્યાં છે. એમનાં અન્ય પુસ્તકોમાં ‘મને યાત્રા’(૧૯૬૬) નિબંધસંગ્રહ છે, “નવવધૂને પગલે' (૧૯૫૭) વાર્તાસંગ્રહ છે, તે ‘ગુલઝારે શાયરી' (૧૯૬૭) ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત એમણે એક નાટ્યરૂપાંતર અને કેટલાક અનુવાદો પણ આપ્યાં છે. રાવળ હરિલાલ ઉમિયાશંકર : પદ્યકૃતિ “રસિક ઓછવ પદમાળામણિ' (૧૮૯૦)ના કર્તા. ૨.૨,દ. રાવળ હરીશ : બોધક કિશોરકથા “ખેવાયો ધરતીને આંગણેના કર્તા. ૨.ર.દ. રાવળ હરેન્દ્ર છબીલદાસ (૧-૪-૧૯૩૫) : નિબંધલેખક. જન્મ સાબરકાંઠાના બડોલીમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૧૯૫૬ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૮ માં એ જ વિષયોમાં એમ.એ. વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૭૨ થી માનદ સેફ્રોથેરાપિસ્ટની કામગીરી. ‘મનના એવા માનવી' (અન્ય સાથે) એમનું મનોવૈજ્ઞાનિક નિબંધોનું પુસ્તક છે. “વધુ સારું જીવન” (અન્ય સાથે) એમનું ચિંતનપ્રધાન પુસ્તક છે. ચિ.ટો. રાવળ હસમુખ શાંતિલાલ, 'સ્પંદન' (૧૮-૧-૧૯૩૬) : નવલકથા કાર, જીવનચરિત્રલેખક. જન્મ લખતર (જિ. સુરેન્દ્રનગર)માં. ૧૯૫૨ માં મૅટ્રિક. ૧૯૬૧ માં બી.એ. નર્સ. આકાશવાણી, રાજકોટમાં હિસાબનીશ, પટકથાલેખક અને નાટય-નિર્માતા. સમાચારપત્રોમાં કટારલેખક. એમણે “કાંધે સવાર સપનાં' (૧૯૮૧), ‘ગજકુંભનું મોતી' (૧૯૮૧), લવિખૂટાં ફૂલ' (૧૯૮૧), ‘સ્વયંભુમા' (૧૯૮૧) અને ‘પાળિયો' જેવી સામાજિક નવલકથાઓ તથા નાટ્યસ્વરૂપ (૧૯૬૫) નામે વિવેચનગ્રંથ આપ્યાં છે. આ ઉપરાંત “વીરાંગના રાણી લક્ષ્મીબાઈ (૧૯૮૪), ‘મહાન સેનાપતિ તાન્યા ટોપે' (૧૯૮૪), 'ક્રાંતિસમ્રાટ ચન્દ્રશેખર આઝાદ' (૧૯૮૪), ‘સરદાર વલ્લભભાઈ પટેલ' (૧૯૮૫), ‘લાલા લજપતરાય” વગેરે નાનાંમોટાં પંદર ચરિત્રો પણ આપ્યાં છે. ૨.ર.દ. રાવળ હીરાલાલ વિદ્યારામ: ‘બાળ સ બોધિરત્ન' (૧૯૦૩)ના કર્તા. ૨.ર.દ. રાસતરંગિણી (૧૯૨૩) : બોટાદકરને “કલ્લોલિની', “સ્રોતસ્વિની' અને ‘નિર્ઝરિણી’ પછીને ચોથો કાવ્યસંગ્રહ, પૂર્વેના ત્રણ સંગ્રહ વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભેગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લેકગીતના ઢાળમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યકિત સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિને ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તે સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનમાં જોવા મળે છે. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ” જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્ત્વનાં વર્ણને ક્યાંક પ્રકૃતિતત્ત્વની આત્મકિતરૂપે, તો કયાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે. રિન્દબચ ઉસ્માન મુરાદમહંમદ, ‘બરબાદ જૂનાગઢી' (૧૫-૫-૧૯૩૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. શિક્ષણ પાંચ ધોરણ સુધી. જૂના માલસામાનની લારીને ધંધે. એમની પાસેથી ગઝલસંગહ ‘કણસ' (૧૯૮૦) મળે છે. મૃ.મા. રૂક્ષ્મણીબા : પાટોત્સવ સમૈયાનું વર્ણન' (૧૯૩૬) નામક પઘકૃતિનાં કર્તા. ૨૮દા: ૧૮૫૭ની ક્રાંતિના સમયનું, રમણલાલ વ. દેસાઈએ એમની સુપ્રસિદ્ધ નવલકથા ભારેલો અગ્નિમાં ગાંધીજીના વ્યકિતત્વને અનુલક્ષીને કાલભુલ્કમ વહોરીને કપેલું ભવ્ય પાત્ર. અહિંસા અને પ્રજાતંત્રને આદર્શ તેમ જ પ્રાચીન-અર્વાચીન મૂલ્યોને સમન્વય આ પાત્ર સાથે સંકળાયેલ છે. એ.ટી. રુદ્રશરણ: જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. રુસ્વા મઝલૂમી: જુઓ, બાબી ઈમામુદીન મુર્તઝાખાન. રૂખસાર : વાર્તા ‘લગનની રેસ' (૧૯૪૩)ના કર્તા. ચં.ટો. રાતે ત્રિકમજી હરિરામ (૧૮૫૨, ૧૯૨૬): કવિ, નાટયલેખક. જન્મ ભુજપર (તા. મુંદ્રા)માં. રૂઢિપ્રયોગ કોશ (૧૮૯૮) : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત ભેગીલાલ ભીખાભાઈ ગાંધીએ રચેલે કોશ. ઘણા લાક્ષણિક અર્થવાળા પ્રયોગો અને રૂઢ થયેલા અલંકૃત પ્રયોગોને સમાવિષ્ટ કરતે આ કોશ ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગનું ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૧૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy