SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ માંકડ પ્રતાપરાય શિવલાલ- માંડવિયા યુસુફ અબદુલગની નાટક' જેવા સિદ્ધાંતચર્ચા ને સ્વરૂપચર્ચાના લેખો છે; “સરસ્વતીચંદ્ર', “ઝેર તો પીધાં છે જાણી જાણી', ‘શર્વિલક' જેવી પ્રશિષ્ટ કૃતિઓ પરના સમીક્ષામૂલક લેખો છે; તે સંશોધન અને ભાષા વિશેના લેખે પણ છે. ભગવાજુકમને અનુવાદ પણ એમાં છે. ગુજરાતી કાવ્યપ્રકારો' (૧૯૬૪)માં એમણે માનવજીવન-નિરૂપણ, વસ્તુઉદ્દીપન અને વસ્તુ-આલંબનની દૃષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો પાડી જે ચર્ચા કરી છે તેમાં કેટલાક નવો અભિગમ છે. ‘ભગવાનની લીલા' (૧૯૪૮) અનુવ્રુપમાં રચાયેલું એમનું લાંબુ કથાકાવ્ય છે. 'કર્ણ' (૧૯૩૯) એમનું બાળવાર્તાનું પુસ્તક છે. ‘એકસૂત્રી શિક્ષણ યોજના' (૧૯૫૦), 'વિક્રમોર્વશીયમ', (૧૯૫૮) ઇત્યાદિ એમની શિક્ષણવિષયક કૃતિઓ છે; ‘ઋવેદમાં વશિષ્ઠનું દર્શન' (૧૯૬૪), “હિંદુ ધર્મમાં મધ્યમમાર્ગ' (૧૯૬૪), “ધર્મસંસ્થાપકોની વાણી' (૧૯૬૮), “ગીતાને બુદ્ધિયોગ' (૧૯૬૯), મરણ ત્તર પ્રકાશન ‘રાસપંચાધ્યાયી' (૧૯૭૩) ઇત્યાદિ એમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો છે; તે ‘શક્રાદયસ્તોત્ર'(૧૯૨૯), “અહુનવર’(૧૯૩૫), 'પ્રાચીન ભારતમાં શિક્ષણ યોજના (૧૯૫૦), ઇત્યાદિ એમના અનુવાદગ્રંથ છે. નામે શિક્ષિત યુવકના મન:સંધર્ષાની કરુણ કથા આલેખાયેલી છે. ભાવનાશાળી અને સુશીલ પત્ની રાંપ પ્રત્યે શંકાશીલ બનેલા ગિરધરનાં તીવ્ર મનોમંથને કથાને હૃદયસ્પર્શી બનાવે છે. એમની બીજી યશસ્વી નવલકથા “ધુમ્મસ' (૧૯૬૫)માં વર્તમાન યુગની વિષમતાઓને કારણે સુબ્ધ બનેલા, આધ્યાત્મિક મૃત્યુ અનુભવતા સંવેદનશીલ નાયક ગૌતમના પાત્ર દ્વારા માનવમનનાં રહસ્યનું સબળ નિરૂપણ થયેલું છે. ત્રણ જ પાત્રોની આસપાસ રચાયેલી લઘુનવલ‘અજાણ્યાં બે જણ' (૧૯૬૮)માં એમની પ્રયોગશીલતાને પરિચય મળે છે. “ગ્રહણરાત્રિ'(૧૯૭૧), ‘મેરપિરછના રંગ’ (૧૯૭૩), ‘વંચિતા' (૧૯૭૩), “રાતવાસે' (૧૯૭૬), ‘ખેલ’ (૧૯૭૬), ‘દંતકથા' (૧૯૭૭), ‘મંદારવૃક્ષ નીચે' (૧૯૮૧) વગેરે એમની અન્ય લોકપ્રિય નવલકથાઓ છે. એમના નવલિકાસંગ્રહ ‘ના’ (૧૯૬૭) માં વિષયવસ્તુનું વૈવિધ્ય દાખવતી સત્તાવીસ વાર્તાઓ છે; એમાંની કેટલીક રચનાઓ મર્મસ્પર્શી છે. ‘ઝાકળનાં માતી' (૧૯૫૮), ‘મનના મોડ’ (૧૯૬૧), ‘વાતવાતમાં' (૧૯૬૬) વગેરે એમના અન્ય નવલિકાસંગ્રહો છે. આજની ક્ષણ'(૧૯૭૮), ‘કેલિડોસ્કોપ'-ભા. ૧ થી ૪ (૧૯૮૫), ‘સુખ એટલે' (૧૯૮૭), આપણે માણસો'-ભા. ૧-૨ (૧૯૮૭) વગેરે એમના નિબંધાત્મક લેખેના સંગ્રહો છે. ‘સંપૂકથાઓ'- ભા. ૧-૨ (૧૯૮૫)માં બાળકોને રસ પડે તેવી વાર્તાઓને સંચય છે. ‘મહાનગર' (૧૯૬૬) એમનું માંકડ પ્રતાપરાય શિવલાલ (૧૮૪૭,-) : કવિ. જન્મ જામનગરમાં. ત્રણ વર્ષની ઉંમરે શીળીને કારણે આંખનું તેજ ગુમાવ્યું, પણ પુરુષાર્થ અને ખંતથી અભ્યાસ ચાલુ રાખ્યો. સાહિત્ય પ્રત્યેની અભિરુચિને કારણે મિત્રોની સહાયથી “મનોરંજક સભા', ‘મનેરંજક પુસ્તક શાળા’ અને ‘મને રંજક છાપખાના'ની સ્થાપના. એમણે ધર્મનીતિ, ઋતુવર્ણન, સમસ્યાપૂર્તિ તથા સુખદુ:વિષયક ભાવોને નિરૂપતાં કાવ્યોના સંગ્રહો 'મનોરંજક પ્રતાપ કાવ્ય'- ભા. ૧-૨ (૧૮૮૩) અને ‘ભરતનું હાલરડું’ આપ્યાં છે. નિ.વે. માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર (૨૭-૧૦-૧૮૯૨, ૮-૨-૧૯૬૯) : કવિ, વિવેચક. જન્મ રાજકોટમાં. ૧૯૧૧માં મૅટ્રિક. ૧૯૨૧માં બી.એ. ૧૯૩૩માં એમ.એ. ૧૯૩૬ માં બી.ટી. એમની પાસેથી ગદ્યકાવ્યો ‘પરાગ' (૧૯૪૨), ૫ઘકૃતિઓ ‘રૂપલીલા' (૧૯૨૨) અને “મામેરૂ'(૧૯૨૮), અંગ્રેજી પદ્યકૃતિ ‘કલાઉડ્ઝ' (૧૯૧૭) તથા સંપાદને ‘સાહિત્યકુંજ' (૧૯૩૦), અનુરાગ' (૧૯૫૧) અને 'સુમન માયા' (૧૯૫૬) મળ્યાં છે. | મુ.મા. માંકડ ભવાનીશંકર : પદ્યકૃતિ હનુમન્ વિજય' (૧૯૬૬)ના કર્તા. મૃ.મા. માંકડ મહમ્મદ વલીભાઈ (૧૩-૨-૧૯૨૮) : નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ ' સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનને વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. એમની પ્રથમ લઘુનવલ કાયર’(૧૯૫૯)માં રેલવે અકસ્માતમાં | કરોડરજજુને થયેલી ઈજાને કારણે પુરુષત્વ ગુમાવી બેઠેલા ગિરધર નિ.વા. માંકડ શિરીષભાઈ ડોલરરાય (૧૮૮૧૯૩૬, ૧૬-૭-૧૯૮૧): જન્મ પાકિસ્તાન કરાંચીમાં. ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં બી.એ., ૧૯૬૪માં એમ.ઍડ., ૧૯૭૪ માં અભ્યાસક્રમ સંરચના’ વિષય પર પીએચ.ડી. ૧૯૫૭થી ૧૯૬૩ સુધી અલિયાબાડામાં શિક્ષક, ૧૯૬૩થી ૧૯૭૩ સુધી અલિયાબાડામાં પ્રાધ્યાપક અને પછી ૧૯૮૧ સુધી તે જ સંસ્થામાં આચાર્ય. એમણે સાહિત્ય વાચનના શિક્ષણને લગતા ગ્રંથ “વાચનશિક્ષણ આપ્યો છે. આ ઉપરાંત એમના શિક્ષણવિષયક અનેક લેના સામયિકોમાં પ્રગટ થયા છે. હત્રિ. માંકડ સુધીર : કિશોરકથા બહુરત્ના વસુંધરા' (૧૯૬૬)ના કર્તા. મૃ.માં. માંકડ હરિલાલ રંગીલદાસ : વહાણવટાવિષયક સચિત્ર માહિતી અને શબ્દસંગ્રહ આપતું પુસ્તક “વહાણની પરિભાષા' (૧૯૩૫) -ના કર્તા. મૃ.માં. માંડવિયા યુસુફ અબદુલગની, 'જમીલ જલાલી’, ‘શાહીને આફાકી' (૧૯૧૦): વાર્તાકાર, જન્મ ટંકારા (જિ. જામનગર)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ ઉજનમાં. અસહકાર-આંદોલનમાં જોડાતાં, અંગ્રેજી શિક્ષણના વિરોધમાં અભ્યાસ છોડી દીન', “સાદિક, મુસ્લિમ,’ મેમણ બુલેટિને તથા ‘ઇન્કિલાબમાં પત્રકાર અને તંત્રી. ૧૯૩૮માં બાંટવાના કોહિનુર પ્રિન્ટિંગ પ્રેરાના મૅનેજર. ૪૮૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy