SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ માહેશ્વર વીરજી ગંગાધર – માંકડ ડોલરરાય રંગીલદાસ શાળાઓમાં શિક્ષક. ૧૯૫૬-૫૭માં અલિયાબાડાની કૅલેજમાં, ૧૯૫૭થી ૧૯૬૫ સુધી અમદાવાદની લા. ઉ. કોલેજ ફોર વિમેનમાં અને ૧૯૬૫-૬૬ માં મોડાસાની કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૬૬-૬૯ દરમિયાન વઢવાણ અને દ્વારકાની કોલેજોમાં આચાર્ય. ૧૯૬૯થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૮૯ થી નિવૃત્ત. ‘આમેદ' (૧૯૬૫) અને ‘આમેદ’નાં કાવ્યોમાં બીજા કાવ્યો ઉમેરી પગટ કરેલા ‘મુખર મૌનને લય' (૧૯૭૫)નાં કાવ્યો સંવેદન અને અભિવ્યકિત પરત્વે ગાંધીયુગની કવિતાનું અનુસંધાન વિશેષ કરે છે. સોનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યરૂપમાં પ્રગટ થતું કવિનું સંવિનું જીવન પરની શ્રદ્ધા ને એમાંથી જન્મતી પ્રસન્નતાનું છે. પ્રણય, પ્રકૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઈશ્વર એના મુખ્ય વિષયો છે. આ કાવ્યોમાં ભાષા અને લયની સફાઈ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત લેખકના કેટલાક વિવેચનલેખે સામયિકોમાં પ્રગટ થયા છે. ૪.ગા. માહેશ્વર વીરજી ગંગાધર : આત્મકથી ‘હિલેાળા' (૧૯૫૪) તથા અશોકના રસમયથી માંડીને છેક વીસમી સદી સુધીને મુંબઈને ઇતિહાસ કહેવું પુસ્તક 'જૂનું મુંબઈ' (૧૯૫૬) ના કર્તા. મૃ.મા. માહેશ્વર શાંતનુ: વિવેચનસંગ્રહ ‘ત્રીજું લોચન' (૧૯૬૭)ના કર્તા. મૃ.મા. માળવી (વીમાવાળા) નટવરલાલ મૂળચંદ, ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી', મયૂરક, ‘મંગ પાર્ક', ‘સુધન્વા' (૩૦-૯-૧૯૦૦, ૧૬-૪-૧૯૭૩) : બાળસાહિત્યલેખક. જન્મ સુરતમાં. વિલ્સન, ફર્ગ્યુસન અને સુરત કોલેજમાં શિક્ષણ, જુનિયર બી.એ. દરમિયાન અસહકારની લડતમાં જોડાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. બારડોલી સત્યાગ્રહમાં જોડાવા વિદ્યાપીઠની સ્નાતક પદવી જતી કરી. ૧૯૨૧ માં મેટાભાઈ ઈશ્વરલાલ વીમાવાળા સાથે ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના. ૧૯૨૩માં નિર્દોષ વિનોદસાહિત્ય પીરસતા સામયિક ‘તોપ’નું પ્રકાશન; પછીથી તેનું “ગાંડીવ' નામે રૂપાંતર. મરાઠી-બંગાળી ભાષાઓના જાણકાર. એમણે ‘બલિદાન', 'કુરબાનીની કહાણીઓ, ‘ભવાટવી’ વગેરે સામાજિક કથાઓ તથા તોફાની ટિપુડો', કચુંબર’, ‘ધૂપસળી', એક હતો કૂતરો', ‘મેઘધનુષ’, ‘ચપગની ચતુરાઈ’, ‘હાથી ધમ ધમ ચાલે' જેવી બાળસાહિત્યની શ્રેણીબદ્ધ પુસ્તિકાઓ આપી છે. “રાષ્ટ્રીય ગરબાવળી' (૧૯૨૪), “ચાલો ભજવીએ' (૧૯૫૫) અને “અમીઝરણાં' (૧૯૫૫) એ એમના અનુક્રમે ગરબા, બાળનાટકો અને ગીતાનાં સંપાદનો છે. આ ઉપરાંત એમણે મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષાઓમાંથી ‘શિરહીન શબ' (૧૯૧૫), “સોનેરી શિર' (૧૯૧૯), ‘બાંબયુગનું બંગાળા' (૧૯૨૩), ‘હાય આસામ !' (૧૯૨૩), કલકત્તાને કારાગાર' (૧૯૨૩), 'પંજાબનું પ્રચંડ કાવતરું (દ૯૨૪), બંગાળાને બળવો' (૧૯૨૯), ડાર (૧૯૩૧) વગેરે અનુવાદો પણ આપ્યા છે. ૨.ર.દ. માંકડ કિશોરકાન્ત બી. :નાટક તુફાન શમ્' (૧૯૫૬) અને 'તુફાન ના શમ્યાંના કર્તા. પૃ.માં, માંકડ ગુણવંતરાય ભગવતીદાસ: વિજયરામ પ્રીતમરામ ઓઝાનાં જીવન, કવન અને સંસ્મરણોને આલેખતું પુસ્તક “વિજય-વીણા' (૧૯૩૫)ના કર્તા. મૃ.મા. માંકડ ડોલરરાય રંગીલદાસ (૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦): વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી. જે. સિંધ કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર, ૧૯૫૨ માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. “ગુજરાતીને અધ્યાપક સંઘની સ્થાપનામાં પ્રેરક. એમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭ થી થયા, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્કૃત નાટયવિવેચનને અભ્યાસ કર્યો છે. એમને બીજો વિવેચન -ગ્રંથ “કાવ્યવિવેચન' (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેના ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક ભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાત્વિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દૃષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય ભાવાભાસ', 'ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવના શકિત', 'સંગીતકાવ્યો' ઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખે, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલેકને એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદૃષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી છે. સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપઅને ‘અલંકારની બંગતા” એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખે છે. “નૈવેદ્ય' (૧૯૬૨)માં “કલામાં ધ્વનિ', ‘એકાંકી ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૮૬ Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy