SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ભૈયાદાદા – ભેજાણી મહમદઅલી દામજી કરતી પદ્યકૃતિ “ખ્યાલે રૂસી' (૧૯૩૬)ના કર્તા. નિ. ભૈયાદાદા: ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે – એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. ચંટો. ઈરાજ અંબાલાલ વીરજીભાઈ: પ્રકીર્ણ વિષયો પરનાં કાવ્યો અને સુભાષિત સંગ્રહ “ઓમ તુર્રા’ (રાણા ભગવાનદાસ ઈશ્વરદાસ સાથે, ૧૯૨૮)ના કર્તા. નિ.વો. ભેજક અમૃતલાલ મેહનલાલ, “પંડિત' (૩૦-૧૧-૧૯૧૪) : ચરિત્રકાર. જન્મ પાટણમાં.ધારણ સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, અમદાવાદમાં સંશોધક-સંપાદક. ‘વિદ્યાવિભૂતિ મહર્ષિ પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગે (૧૯૭૮) ઉપરાંત પુણ્યભૂતિનાં કેટલાંક સંસ્મરણ” નામક કૃતિ એમની પાસેથી મળી છે. ચં.ટો. ભેજક ઈચ્છારામ ભાઈશંકર: શુભાશુભ કર્મોનાં ફળને નિરૂપતું દશપ્રવેશી નાટક ‘ચંદ્રસેન-ચંદ્રસેના' (૧૮૮૬)ના કર્તા. નિ.. ભેજક કનૈયાલાલ અમથાલાલ, “સત્યાલંકાર” (૨૦-૯-૧૯૨૩) : નિબંધકાર, અનુવાદક. જન્મ મહેસાણામાં. ગુજરાતી સાત ધારણ સુધીનો અભ્યાસ. એ પછી કોવિદ. એમની પાસેથી નિબંધસંગ્રહ ‘મહેસાણા : પ્રાચીન-અર્વાચીન' (૧૯૫૭) અને “વિવેકવિચાર' (૧૯૬૦) તથા અનૂદિત કૃતિ મંદિરને ચબૂતરો' (૧૯૬૦) મળ્યાં છે. નિ.. ભેજક ગજાનન દેવીદાસ, ‘ઠાકુર' (૩૦-૧૦-૧૯૨૨) : કવિ. જન્મ વડનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. આત્મગુંજન' (૧૯૬૩), ‘પરમાત્મગુંજન' (૧૯૭૧) અને “શુદ્ધાત્મગુંજન' (૧૯૭૬) એમના કાવ્યસંગ્રહ છે. ચંટો. ભેજક ચીમનલાલ મગનલાલ ચકુડો (૪-૧૦-૧૯૦૭): નાટયલેખક. જન્મ લાડોલમાં. ગુજરાતી બે ધોરણ સુધીનો અભ્યાસ. “સૌને સમજાશે' (૧૯૬૮) અને “અમૃત કે ઝેર' (૧૯૭૧) એમનાં નાટકો છે. ચં.. ભોજક જયશંકર ભૂધરદાસ, 'સુંદરી' (૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫): આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા ઉદૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા.૧૯૪૮ થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૫૭ -માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં પદ્મભૂષણને ઇલ્કાબ. વિસનગરમાં અવસાન. ડાં આંસુ થોડાં ફૂલ' (૧૯૭૬) એમની આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટયસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર પહોંચાડી છે એ મુખ્ય સૂર આ કૃતિમાંથી સંભળાય છે. કળાકારની સાધનાને સમજવા માટે પણ આ કૃતિ ઉપયોગી છે. અલબત્ત, નમ્ર સ્વભાવ અને આત્મકથાના પ્રકાર સાથે કામ પાડવાની ઓછી આવડતને લીધે આત્મકથાકારનાં અંગત જીવન અને વ્યકિતત્વ ઓછાં ઊપસે છે. ૧૮.ગા. ભેજક તુલસીદાસ અમૃતલાલ: “પ્રતાપી રાજાસિંહ નાટકનાં ગાયનો'(૧૮૯૯)ના કર્તા. નિ.વા. ભેજક ત્રિકમલાલ કેશવલાલ: દારૂબંધીની હિમાયત કરતી નાટયકૃતિ “અમર સ્મૃતિ યાને મધુયજ્ઞ' (૧૯૫૫) ના કર્તા. નિ.વા. ભેજક હિમતકુમાર નેમચંદ,નિમચંદ ખુશાલદાસ' (૧૪-૨-૧૯૦૭): ચરિત્રકાર, જન્મ થરાદમાં. ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ. જયંતસેનસૂરિનું ચરિત્ર'(૧૯૮૦), ‘સંતનાં સંભારણાં'(૧૯૮૧), ‘મહાત્મા ગાંધીની કથા' (૧૯૮૨), ‘થીરપુરને ઇતિહાસ' (૧૯૮૩) વગેરે એમનાં પુસ્તકો છે. ચં.ટા. ભેજાણી દામજી નાનજી: “સંસારચિત્ર નાટકનો ટૂંકસાર તથા ગાયન' (૧૯૩૦) ના કર્તા. ભેજાણી પુરુરામ હરજી (૧૮-૩-૧૮૯૭, ૧-૨-૧૯૮૮): કવિ. જન્મ જામનગર જિલ્લાના દુધઈમાં. ૧૯૧૭માં મૅટ્રિક. ૧૯૨૮માં યુગાન્ડા ગયા. ભાતીગર'(૧૯૩૭) વાર્તાસંગ્રહ ઉપરાંત વિભૂતિવંદના | (૧૯૪૮), ‘નીલગંગાને તીર' (૧૯૬૩), “નીલગંગાને છાંયે (૧૯૬૮) વગેરે કાવ્યસંગ્રહ એમના નામે છે. ચં.ટા. ભેજાણી મહમદઅલી દામજા, આજિઝ'(૧૯૦૨, ૧૪-૧૦-૧૯૩૮): નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ તળાજામાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ. ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનું ૪૩૨ : ગુજરાતી સાહિત્યકેશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy